કૌભાંડ/ બોગસ ડીગ્રી કૌભાંડ મામલે વધુ બે ની ધરપકડ કરવામાં આવી,જાણો વિગત

ભારતભરમાં  બોગસ ડીગ્રી મામલે પોલીસે આરોપીઓને સંકજામાં લેવા માટે કમરકસી છે અનેક આરોપીઓને ઝડપી પાડ્યા છે,પોલીસ હાલ તપાસનો ધમધમાટ બોલાવી રહી છે

Top Stories Gujarat
12 20 બોગસ ડીગ્રી કૌભાંડ મામલે વધુ બે ની ધરપકડ કરવામાં આવી,જાણો વિગત

ભારતભરમાં  બોગસ ડીગ્રી મામલે પોલીસે આરોપીઓને સંકજામાં લેવા માટે કમરકસી છે અનેક આરોપીઓને ઝડપી પાડ્યા છે,પોલીસ હાલ તપાસનો ધમધમાટ બોલાવી રહી છે, પોલીસે આ ફેક ડીગ્રી મામલે અનેક આરોપીઓની ધરપકડ કરી છે.એસ.આઈ.ટી ના અધ્યક્ષ ડી.વાય.એસ.પી વાણી દુધાતે જણાવ્યું હતું કે પોલીસે દિલ્હીથી વરુણ શાહ અને અમદાવાદથી પ્રણય જાનીની ધરપકડ કરી જે મુખ્ય આરોપી દેવલાનંદ જોડે આ આંતરરાજય બોગસ ડીગ્રી કૌભાંડ સંડોવાયેલ હોય એવા સબૂત મળ્યા છે જોકે હાલ તાપસ ચાલુ છે. આ બંને ને 27 તારીખે કોર્ટમાં રજૂ કરાશે. આગામી સમયમાં વધુ 7 થી 8 આરોપીઓ પકડાવવાની શક્યતાઓ છે.

નર્મદા એલ.સી.બી પોલીસ ટીમે દિલ્હીથી મહિલા સૂત્રધારને ઝડપી પાડી મોટી માત્રામાં ફેક ડીગ્રી-માર્કશીટ અને અન્ય સાધનો જપ્ત કર્યા બાદ નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકરસિંહે આ મુદ્દે વધુ તપાસ માટે એસ.આઈ.ટી ની રચના કરી ડીવાયએસપી વાણી દુધાત ને અધ્યક્ષ બનાવી તપાસ માટે બે ટિમો બનાવી આ ટિમો દિલ્હી સહીત ગુજરાત અને અન્ય રાજ્યોમાં આ રેકેટમાં સંડોવાયેલાના પગેરું શોધી રહ્યા છે ત્યારે એક દિલ્હીથી અને એક અમદાવાદ થી બે સાગરીતો ઝડપાયા છે. જે બંનેને રાજપીપળા લાવવામાં આવ્યા છે અને આ સાથે અન્ય 7 થી 8 જેટલા શકમંદો ની પુછપરછ ચાલુ છે. તેમની પાસેથી પુખ્તા સબૂત મળતા તેમની પણ ધરપકડ કરશે પરંતુ આ તમામ હાલ નર્મદા પોલીસની રડારમાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત 10ડિસેમ્બર 2021 ના રોજ બનાવટી ડીગ્રી સર્ટીફિકેટ વેરિફિકેશન માટે આવ્યા બાદ ડીગ્રી સર્ટીફિકેટ અને વેબસાઇટ ફેક બનાવેલી હોવાનુ બહાર આવતા રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકરસિંહની સૂચનાથી આ બાબતની તપાસ માટે નર્મદા જિલ્લા એલ.સી.બી પી આઈ એ.એમ.પટેલ સહીત એમની ટિમ ફેક વેબ સાઈડ બનાવનારની ઓળખ કરી હતી.તપાસ દરમિયાન એ ફેક ડિગ્રી અને વેબસાઈટ દિલ્હીમાં રહેતી અને ગૂગલમાં નોકરી કરી ચુકેલી બેઉલા નંદ રેવ બીસી નંદ (4-એ, નંબર-14, રાજાપુરી રોડ ઉત્તમનગર) હોવાનું બહાર આવ્યું હતું.પોલીસ ટીમે દિલ્હી સ્થિતિ એના મકાનમાં રેડ કરી દેશના અલગ અલગ રાજ્યોની 35 યુનિવર્સીટીના 237 ફેક ડિગ્રી સર્ટિફિકેટ, 510 માર્કશીટો, પ્રિન્ટર, 94 રબર સ્ટેમ્પ તથા અલગ અલગ યુનીવર્સીટી તથા સંસ્થાઓના 37 વેબ સાઈડ ડોમેઈન જપ્ત કર્યા હતા.

ત્યારબાદ પોલીસ અધિક્ષક હિમકર સિંહે SIT ની રચના કરી DYSP કેવડિયા વાણી દુધાત ને SIT ના અધ્યક્ષ બનાવી તેમને તપાસ સોંપતા તેમની સૂચના મુજબ બે ટિમો હાલ તપાસ કરી રહી છે. જેમાં એક તાપસ નો રેલો અમદાવાદ પહોંચતા આ મહિલા સાથે અમદાવાદનો પ્રણવ જાનીનું કનેક્શન જોડાયેલુ નીકળ્યું અને પોલીસે તેની તપાસ કરતા તેની પાસે થી બોગસ ડિગ્રી બાબતના સબુતો પોલીસને મળ્યા જયારે એક ટીમ દિલ્હી તપાસ કરતી હતી જેને વરુણ શાહ નામનો યુવક આ રેકેટમાં સામેલ હોય પોલીસને સબુતો મળતો દિલ્હીથી રાજપીપલા લાવવા માં પકડી લાવ્યા જયારે આ લોકો સાથે જેમનો સંબંધ હોવાના 7 થી 8 જેટલા લોકો પોલીસ ની રડાર માં છે જો આ રેકેટમાં સામેલ હશે તો તેમની પણ પોલીસ ધરપકડ કરી તાપસ કરશે.