accident death/ રાજ્યમાં અકસ્માતથી જુદા જુદા સ્થળોએ બે લોકોના મોત, CCTV સામે આવ્યા

ત્યારે રાજકોટમાં એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. બે એસ.ટી. બસોની વચ્ચે આવી જતાં વિદ્યાર્થીનું મોત થયું છે. દ્વારકા…….

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 02T121559.961 રાજ્યમાં અકસ્માતથી જુદા જુદા સ્થળોએ બે લોકોના મોત, CCTV સામે આવ્યા

Gujarat News: રાજ્યમાં અકસ્માતથી બે જુદા જુદા સ્થળોએ બે લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં ન્યૂ નારોલ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડના મોત થયાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બીજી બાજુ બે એસ.ટી. બસોની વચ્ચે આવી જતાં બ્રિજેશ સોલંકી નામના વિદ્યાર્થીનું મોત થયું છે. પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે. બંને મૃતકોના પરિવારમાં શોક છવાયો છે.

અમદાવાદ શહેરમાં ન્યૂ નારોલ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડના મોત થયાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ન્યૂ નારોલની નીલકંઠ સોસાયટીમાં રાત્રિના સમયે કારચાલકે કાબૂ ગુમાવતા આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ત્યારે રાજકોટમાં એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. બે એસ.ટી. બસોની વચ્ચે આવી જતાં વિદ્યાર્થીનું મોત થયું છે. દ્વારકા જઈ રહેલા બ્રિજેશ સોલંકીનું વિદ્યાર્થીનું અકસ્માત થતાં કમકમાટીભર્યુ મોત થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલે તપાસ આરંભી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોઈ તો હશે જે સંદેશખાલીના આરોપીને બચાવી રહ્યું હશે, શરમ આવવી જોઈએ: PM મોદી

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે

આ પણ વાંચો:સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત