Robbery/ રાજકોટમાં આંગડિયા પેઢીના માલિકને લૂંટીને બે શખ્સો ફરાર

રાજકોટ શહેરમાં આંગડિયા પેઢીના માલિકને લૂંટી લઇને શખ્સો ફરાર થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં આંગઢિયા પેઢીના માલિક પાસેથી 19 લાખ રોકડા લૂંટીને બે શખ્સો ફરાર થઇ ગયા હતા

Top Stories India
10 રાજકોટમાં આંગડિયા પેઢીના માલિકને લૂંટીને બે શખ્સો ફરાર
  • રાજકોટ શહેરમાં સામે આવી લૂંટની ઘટના
  • આંગડિયા પેઢીના માલિક પાસે ચલાવી લૂંટ
  • માલિક પાસેથી બે શખ્સોએ ચલાવી લૂંટ
  • સોની બજારમાં માંડવી ચોક નજીકની ઘટના
  • 19 લાખથી વધુ રકમ લઇને શખ્સો થયા ફરાર
  • પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, લૂંટ,ચોરી અને હત્યાના ગુનાઓના કેસમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. રાજકોટમાંથી લૂંટના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં આંગડિયા પેઢીના માલિકને લૂંટી લઇને શખ્સો ફરાર થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં આંગઢિયા પેઢીના માલિક પાસેથી 19 લાખ રોકડા લૂંટીને બે શખ્સો ફરાર થઇ ગયા હતા,આ ઘટના સોનીબજાર પાસે માંડવી ચોક નજીક બની હતી .આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે સમગ્ર શહેરની સીમા પર નાકાબંદી કરાવી દીધી હતી અને બે શખ્સોને પકડવા હાલ આજુબાજુના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.