Accident/ રાજકોટના જેતપુરમાં ટ્રેન નીચે કપાતા બે વ્યક્તિના મૃત્યુ થયા, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ટ્રેન અકસ્માતમાં બે શખ્સના મૃત્યુ થયા. આ બંને વ્યક્તિઓ કોણ છે, બંને વ્યક્તિઓ સંબંધી છે, તેમજ તેઓ ક્યાંના રહેવાસી છે તેની વધુ તપાસ હાથ ધરતા પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યા.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 11 15T123205.955 રાજકોટના જેતપુરમાં ટ્રેન નીચે કપાતા બે વ્યક્તિના મૃત્યુ થયા, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ટ્રેન અકસ્માતની ઘટના બનવા પામી. આ બનાવમાં બે શખ્સના ટ્રેન નીચે કપાઈ જવાના કારણે મૃત્યુ થયા. બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી વધુ વિગત મેળવવા પ્રયાસ હાથ ધરી છે. જેતપુરના પીઠડીયા નજીક એક ટ્રન અક્સ્માત થયો હોવાની માહિતી મળી. રાજકોટથી વેરાવળ જતી ટ્રેન નીચે એક યુવક અને એક કિશોર ટ્રેનની અડફેટે આવી જતા બંનેના ઘટનાસ્થળે મોત નિપજ્યા. વીરપુર પોલીસ આ અજાણ્યા શખ્સની ઓળખ માટે તપાસ હાથધરી છે.

બનાવની વિગત મુજબ બે અજાણ્યા શખ્સ રાજકોટથી વેરાવળ જતી ટ્રેનની અડફેટે આવ્યા. જેમાં એક 35 વર્ષનો યુવક હોવાનું મનાય છે જયારે કિશોર યુવકની ઉંમર અંદાજે 12 વર્ષની હોવાનું અનુમાન છે. આ બંને શખ્સનું ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ મોત નિપજયું. ઘટનાની જાણ થતા વીરપુર પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી બંને વ્યક્તિઓની ઓળખને લઈને તપાસ આદરી છે. હાલમાં બંને અજાણ્યા શખ્સના મૃતદેહ જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટ અર્થે ખસેડવામાં આવ્યા છે.

જેતપુર નજીક આ ઘટના બનતા રેલ્વે પોલીસ અને જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બંને વ્યક્તિઓ કોણ છે, બંને વ્યક્તિઓ સંબંધી છે, તેમજ તેઓ ક્યાંના રહેવાસી છે જેવી તમામ વિગતોની પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. દિવાળી તહેવાર નિમિત્તે લોકો રજાના દિવસોમાં મંદિરો તેમજ હિલસ્ટેશનોની મુલાકાત લેતા હોય છે અથવા તો કોઈ સંબંધીને ત્યાં રજાઓ ગાળવાનો પ્લાન હોય છે. ત્યારે રેલવેમાં કપાઈ જવાની ઘટનામાં જીવ ગુમાવનારા બે શખ્સને લઈને રેલવે સુરક્ષા પર સવાલ ઉભા થાય છે.


whatsapp ad White Font big size 2 4 રાજકોટના જેતપુરમાં ટ્રેન નીચે કપાતા બે વ્યક્તિના મૃત્યુ થયા, પોલીસે તપાસ હાથ ધરી


આ પણ વાંચો : Uttarkashi/ ઉત્તરકાશી ટનલ દુર્ઘટના, હવે અમેરિકાથી આવી રહ્યું છે મશીન

આ પણ વાંચો :Rajasthan/ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારનું નિધન

આ પણ વાંચો : Israel Hamas War/ ગાઝાની અલ-શિફા હોસ્પિટલ હમાસનું ‘કમાન્ડ સેન્ટર’ હોવાનો ઇઝરાયેલનો દાવો, મિશન હાથ ધર્યું