પ્રહાર/ ગુજરાતમાં પ્રચાર કરી રહેલી આમ આદમી પાર્ટી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહી આ મોટી વાત…

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગુજરાતમાં પ્રચાર કરી રહેલા AAPના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. ઠાકુરે કહ્યું કે AAP માત્ર મીડિયા દ્વારા વાતાવરણ બનાવી રહી છે,

Top Stories Gujarat India
7 3 ગુજરાતમાં પ્રચાર કરી રહેલી આમ આદમી પાર્ટી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહી આ મોટી વાત...

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ગુજરાતમાં પ્રચાર કરી રહેલા AAPના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. ઠાકુરે કહ્યું કે AAP માત્ર મીડિયા દ્વારા વાતાવરણ બનાવી રહી છે, જ્યારે ગુજરાતમાં પાયાના સ્તરે તેનો કોઈ પત્તો નથી. ઠાકુરે કહ્યું, “અરવિંદ કેજરીવાલ ભૂતકાળમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી ચુક્યા છે, તમે તેમની હાલત જોઈ હશે. તેઓ ઉત્તર પ્રદેશમાં એક પણ સીટ જીતી શક્યા ન હતા, શું તમે ઉત્તરાખંડ, ગોવામાં તેમની હાલત જોઈ હતી? તેઓ મીડિયા દ્વારા વાતારણ ઉભો કરી રહ્યા છે પરંતુ જમીન પર કંઈ  નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા ઠાકુરે તેમને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા અને કહ્યું કે દેશમાં જ્યાં પણ ચૂંટણી થાય છે ત્યાં ભાજપને તેમના નામે એકતરફી મત મળે છે. તેમણે કહ્યું કે વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ભાજપ ફરી આવશે.

ઠાકુરને તાજેતરમાં પૂર્ણ થયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જંગી હાર વિશે પણ પૂછવામાં આવ્યું હતું. આના પર, તેમણે કહ્યું કે પાર્ટી રાજ્યમાં 2027ની વિધાનસભા ચૂંટણી જીતશે. “અમે પંજાબમાં ખૂબ મોડેથી પ્રચાર શરૂ કર્યો, પરંતુ અમારી સીટોમાં ઘટાડો થયો નથી, અમારો વોટ શેર પણ વધ્યો છે. અમે પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં સત્તામાં આવીશું,

ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શનિવારે અમદાવાદમાં રોડ શો દરમિયાન AAPને રાજ્યમાં શાસન કરવાની તક આપવા ગુજરાતના લોકોને અપીલ કરી હતી. પંજાબમાં તેમની પાર્ટીની શાનદાર જીતથી ઉત્સાહિત, AAP નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભ્રષ્ટાચારનો અંત લાવવાનું વચન આપ્યું હતું. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.