Ahmedabad/ નવા વર્ષ નિમિત્તે રતન મહાલના જંગલમાં એક અનોખી પરંપરા

ગુજરાત રાજ્યમાં સોમવારે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને આ શુભ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, ત્યારે આ દિવસ પર રાજ્યમાં પૂજા અર્ચના કરવાની પણ ખાસ પરંપરા હોય છે

Ahmedabad Gujarat
a 163 નવા વર્ષ નિમિત્તે રતન મહાલના જંગલમાં એક અનોખી પરંપરા

ગુજરાત રાજ્યમાં સોમવારે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને આ શુભ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, ત્યારે આ દિવસ પર રાજ્યમાં પૂજા અર્ચના કરવાની પણ ખાસ પરંપરા હોય છે અને તે વિવિધતા નવા વર્ષના ઉત્સવને નવો ઓપ આપે છે.
આવી જ એક રીતની વાત કરીએ તો, વન્ય જીવ સંરક્ષણ વિભાગ હેઠળના રતન મહાલ અભ્યારણ્યની કંજેઠા રેન્જમાં કાર્યરત ફોરેસ્ટર મુકેશ અરવિંદ બરિયાએ પોતાના પરીક્ષેત્ર વન અધિકારી રમેશભાઈ ચૌહાણ અને સાથી વન રક્ષકોની સાથે પવિત્ર સાગેનના વૃક્ષની પૂજા કરીને નવી અને અનોખી રીતે નવું વર્ષ ઉજવ્યું હતું.

આ પ્રતિબદ્ધ વન સેવકોએ જાણે કે વૃક્ષને સહુથી પહેલા સાલ મુબારક પાઠવીને વિક્રમ સંવતના નવા વર્ષની શરૂઆત કરીને વૃક્ષ દેવો ભવ:નો શુભ સંદેશ આપ્યો હતો. જો કે મુકેશભાઈ સાવ અલગ વિચારધારા ધરાવતા વન કર્મયોગી છે. તેમણે જંગલ ખાતાની નોકરીની શરૂઆત વડોદરા જિલ્લાના વાઘોડિયાથી, વડોદરા વન વર્તુળ હેઠળ સન 2008માં કરી હતી.