rainfall/ જૂનાગઢમાં ભારે વરસાદથી હસનાપુર ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર

રોડ રસ્તાઓની વાત કરવામાં આવે તો લોકોને રોડ પર પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો ક્યાંક ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી છે…

Top Stories Gujarat
Junagadh Dam Overflow

Junagadh Dam Overflow: જૂનાગઢમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે બીજીવાર જિલ્લાના નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. રોડ રસ્તાઓની વાત કરવામાં આવે તો લોકોને રોડ પર પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો ક્યાંક ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળી છે. માળીયાહાટી સહિતના વિસ્તારોમાં હજુ વરસાદી માહોલ યથાવત છે.

ભારે વરસાદના કારણે જૂનાગઢનો સૌથી મોટો ડેમ હસનાપુર નવા નીર આવતાની સાથે જ ઓવરફ્લો થઈ ગયો છે. ગિરનારના જંગલમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જંગલ વિસ્તારમાં આવેલી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવી છે. હાલમાં ગલિયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાળા જેવા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને પગલે આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ડીસામાં 7.5 અને દાંતિવાડામાં 6.5 ઇંચ, નવસારીના ખેરગામમાં 6.4 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં 6 ઇંચ, સારબકાંઠાના પોસિનામાં 6 ઇંચ, મહેસાણા, દાંતા, દિયોદર સિદ્ધપુર, વલસાડ, ધરમપુર અને સતલાસણામાં 5થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચો: rajshthan / અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ફરી વિવાદ, ભાજપ માટે ‘તક’

આ પણ વાંચો: Jammu Death / એક જ પરિવારના 6 લોકોના મોત, પોલીસ તપાસમાં લાગી

આ પણ વાંચો: National News / મહારાષ્ટ્ર: ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર, 13 લોકોની હાલત ગંભીર