Not Set/ ઉપલેટામાં ચોમાસુ પાક નિષ્ફળ,વીમાની રકમ ખેડૂતોને ઝડપી મળે તેવી માંગ

ઉપલેટા, ઉપલેટા પંથકમાં સરેરાશ વરસાદનુ માપદંડ ખુબ જ નીચું રહયું છે, તેથી ચોમાસું પાક નિષ્ફળ ગયેલ છે. ઉપલેટા પંથકમાં નાં ખેડુતો વિમા માટે હકદાર છે, ઉપલેટા પંથકમાં ખેતીવાડી વિમા માટે રીલાયન્સ વિમા કંપનીને કામગીરી સોંપાઈલી છે, પણ આ કંપની ખેડુતો માટે ભરોસાપાત્ર નથી. આ કંપની નદીના કાંઠેના ગામની ખેતીનો સર્વે કરે છે, જેથી નિષ્ફળ પાકનો […]

Gujarat Others Trending
mantavya 84 ઉપલેટામાં ચોમાસુ પાક નિષ્ફળ,વીમાની રકમ ખેડૂતોને ઝડપી મળે તેવી માંગ

ઉપલેટા,

ઉપલેટા પંથકમાં સરેરાશ વરસાદનુ માપદંડ ખુબ જ નીચું રહયું છે, તેથી ચોમાસું પાક નિષ્ફળ ગયેલ છે. ઉપલેટા પંથકમાં નાં ખેડુતો વિમા માટે હકદાર છે, ઉપલેટા પંથકમાં ખેતીવાડી વિમા માટે રીલાયન્સ વિમા કંપનીને કામગીરી સોંપાઈલી છે, પણ આ કંપની ખેડુતો માટે ભરોસાપાત્ર નથી.

આ કંપની નદીના કાંઠેના ગામની ખેતીનો સર્વે કરે છે, જેથી નિષ્ફળ પાકનો ચોકસ સર્વે થઈ શકે નહીં જેથી આ કંપનીનો ઇરાદો નિષ્ફળ પાકનો વિમો ખેડુતોને આપવો નથી. આ રીતની આ કંપનીનો ખેડુત વિરોધ ઇરાદો છે.

mantavya 85 ઉપલેટામાં ચોમાસુ પાક નિષ્ફળ,વીમાની રકમ ખેડૂતોને ઝડપી મળે તેવી માંગ

ખેડુતો નિષ્ફળ પાક નો વિમો મેળવવા માટે પ્રીમિયમ ભરેલ છે  માટે અત્યારે  ચોમાસું પાક કપાસ મગફળી સહીતના કઠોળના પાકો  નિષ્ફળ ગયેલ છે, આ નિષ્ફળ ગયેલા પાકનો વિમો રિલાયન્સ કંપનીએ ચુકવવો જોઇએ.

હાલ કુદરતી રીતે વરસાદ જેટલો પડવો જોઇએ તેનાં થી ઓછો વરસાદ પડતાં ખેડુતો પણ ચિંતામાં હોય ત્યારે રીલાયન્સ વિમા કંપની ની કામગીરી પણ ખેડુતોનાં પડતાં પર પેટ પાટું મારવા જેવો ઘાટ સર્જાયો હોય તેવું થઈ રહયું છે, ત્યારે ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારો ના ખેડુતોઓએ આજરોજ મામલતદારને પાક નિષ્ફળ ગયેલનો વિમા રકમ ઝડપી મળે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.