Not Set/ કોરોનાની ત્રીજી લહેરની આશંકા રાજકોટ જીલ્લામાં એક લાખથી વધુ બાળકોનો સર્વે

કોરોનાકાળની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણની સ્થિતિ જોવા મળે તેવા નિષ્ણાંતો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે જેને લઈને રાજકોટ જિલ્લામાં બાળકોમાં ત્રીજી લહેરના સંભવિત સંક્રમણને રોકવા માટે અટકાયતી પગલાંનાં ભાગરૂપે બાળકોનું સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Gujarat
co કોરોનાની ત્રીજી લહેરની આશંકા રાજકોટ જીલ્લામાં એક લાખથી વધુ બાળકોનો સર્વે

કોરનાની બીજી લહેરની અસર ધીમી થતા લોકો ખુલીને માર્કેટમાં આવી રહ્યા છે. જ્યારે આગામી સમયની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણની સ્થિતિ જોવા મળે તેવા તજજ્ઞોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. જેને લઈને રાજકોટ જિલ્લામાં બાળકોમાં ત્રીજી લહેરના સંભવિત સંક્રમણને રોકવા માટે અટકાયતી પગલાંનાં ભાગરૂપે બાળકોનું અગાઉથી જ સ્ક્રીનીંગ અગાઉથી હાથ ધરવામાં આવ્યું છે.

હાલમાં કોરોનાકાળની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણની સ્થિતિ જોવા મળે તેવા તજજ્ઞોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. જેને લઈને રાજકોટ જિલ્લામાં બાળકોમાં ત્રીજી લહેરના સંભવિત સંક્રમણને રોકવા માટે અટકાયતી પગલાંનાં ભાગરૂપે બાળકોનું સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હાઇરિસ્ક ગ્રુપનાં  બાળકોનું સતત સ્ક્રીનીંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જે બાળકોમાં કોરના સંક્રમણનો ભય રહેલો છે તેમને અલગ તારવીને ઘરે સારવાર કરી સંભવિત મૃત્યુદર ઘટાડી શકય તે મટેના પ્રયાસો હાથ ઘરવામાં આવ્યા છે.

પાંચ વર્ષના બાળકોનુંસ્ક્રીનીંગ

રાજકોટ જિલ્લાનાં નવજાત શીશુથી 5 વર્ષનાં તમામ બાળકોને આશા તથા આંગણવાડી વર્કરો દ્ધારા વિસ્તારમાં  ફરીને ઘરે ઘરે જઇને આવી હતી. જેમાં પ્રાથમિક સ્ક્રીનીંગ કરી ગંભીર લક્ષણોવાળા બાળકોને  ખાસ ટીમ દ્ધારા ઘરની  મૂલાકાત કરીને જરૂરી સારવાર તથા હોસ્પિટલ ખાતે દાખલ કરવા સુધીની તમામ કામગીરી સોપવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે, તમામ કામગીરીના કાર્ય માટે જરૂરી તાલીમ આપવા માટે આઇસીડીસી  વિભાગનાં સી.ડી.પી.ઓ. , મુખ્ય ટીમ , આરોગ્ય વિભાગનાં તાલુકા હેલ્થ ઓફિસર અને પીએચસી/ યુપીએસસીનાં તમામ મેડીકલ ઓફિસરોને મોનીટરીંગ, રેકોર્ડિંગ, સુપરવિઝન તથા રીપોર્ટીગની તમામ કામગીરીસાથે રહીને કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સીન્ડ્રોમ એપ્રોચથી પ્રાથમિક સ્ક્રીનીંગ

 બાળકોને આશા વર્કર તથા આંગણવાડી વર્કર દ્ધારા તેમના વિસ્તારમાં ઘરથી ઘર મુલાકાત કરી સીન્ડ્રોમ એપ્રોચથી પ્રાથમિક સ્ક્રીનીંગ કરી લક્ષણો વાળા બાળકોને મેડીકલ ટીમ પાસે રીફર કરવામાં આવ્યા હતા. આ મેડીકલ ટીમ બાળકોના ઘરે જઇ તેમની તપાસ કરશે. જો તેમને સારવારની જરૃર હશે તો તે માટે હાઇર સેન્ટર પર રીફર કરી સારવાર આપવામાં આવશે.

આ સંપુર્ણ અભિયાન દરમિયાન 0 થી 5 વર્ષના  1,44,351  બાળકોનું આશા વર્કર બહેનો દ્વારા પ્રાથમિક સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 3 હજાર 965 બાળકોને આર.બી.એસ.કે. રાષ્ટ્રીય બાલ સ્વાથ્ય કાર્યક્રમની મેડીક્લ ટીમને રીફર કરવામાં આવ્યા હતા. તે પૈકી 3959  બાળકોને આર.બી.એસ.કે. મેડીકલ ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. જ્યારે 2165 બાળકોને આર.બી.એસ.કે.ની મેડીકલ ટીમ દ્વારા સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. આ સિવાય 298 બાળકોને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.

આ તો માત્ર રાજકોટ જીલ્લાની તપાસણીની વાત છે પરંતુ નિષ્ણાંતો દેશભરમાં ત્રીજી લહેરની આશંકા સેવી રહ્યા છે. ત્યારે બાળકોને સાચવવા વધુ જરૃરી બની ગયા છે.