રાજકોટ/ કોઠારિયા રોડ અને ગોંડલ રોડને જોડતા ડાઇવર્ઝનનું કામ ઝડપથી પૂર્ણ કરવા તાકીદ

દરમ્યાન મેયર અને મ્યુનિ. કમિશનરએ સ્પીડવેલ પાર્ટી પ્લોટ વાળા રોડનાં ડેવલપમેન્ટની કામગીરીની પણ સમીક્ષા કરી આગામી ચોમાસા પૂર્વે કાર્ય પૂર્ણ કરવા એજન્સીને સૂચના આપી હતી.

Gujarat
Untitled 4 1 કોઠારિયા રોડ અને ગોંડલ રોડને જોડતા ડાઇવર્ઝનનું કામ ઝડપથી પૂર્ણ કરવા તાકીદ

મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને નેશનલ હાઈ-વે ઓથોરિટીની એજન્સી દ્વારા આજે ગોંડલ રોડ ચોકડીએ બ્રિજની ચાલી રહેલી કામગીરી અનુસંધાને બે ડાઈવર્ઝન સંબંધી કામો ઝડપથી પૂર્ણ કરી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાના આશય સાથે વિવિધ સ્થળોની સાઈટ વિઝિટ કરવામાં આવી હતી.

ગોંડલ ચોકડી ખાતે બ્રિજની કામગીરીને કારણે હાલ યાતાયાતની વર્તમાન પરિસ્થિતિમાં વાહનચાલકોને સરળતા ઉપલબ્ધ કરાવવા માટે કોઠારિયા મેઈન રોડ અને ગોંડલ રોડને જોડતા ડાઈવર્ઝનનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા અને મ્યુનિ. કમિશનરએ સ્થળ પર જઈને સ્થિતિની સમીક્ષા કરી હતી અને નેશનલ હાઈ-વે ઓથોરિટીની એજન્સીના અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કાર્યો હતો. આ ડાઈવર્ઝનનું કામ શકય તેટલું વહેલી તકે પુરૂ કરવા કોન્ટ્રાક્ટર એજન્સીને જણાવવામાં આવેલ છે.

આ પણ વાંચો:અમદાવાદ / શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે વકર્યો રોગચાળો, હજુ પણ કેસ વધવાની શક્યતાઓ

મેયર અને મ્યુનિ. કમિશનરએ સરળ વાહનવ્યવહાર માટે હાલમાં ગોંડલ રોડથી કોઠારિયા મેઈન રોડને જોડતા રસ્તાની ગુણવત્તા ઠીકઠાક કરવા તેની યોગ્ય મરામત ઝડપથી આટોપી લેવા એજન્સીને જણાવ્યું હતું. મેયર અને મ્યુનિ. કમિશનરએ ગોંડલ રોડથી કોઠારિયા રોડ પરનાં આ રસ્તા પરથી પસાર થઇ આ રસ્તાની વર્તમાન સ્થિતિની પુરી જાણકારી મેળવી હતી.

આ ઉપરાંત ગોંડલ ચોકડીએ બ્રિજની કામગીરી ચાલુ હોઈ હાલ ઘણો ટ્રાફિક પુનીતનગર ડાઈવર્ઝન પરથી પસાર થાય છે. મેયર અને મ્યુનિ. કમિશનરએ આ રસ્તાની મુલાકાત લઈને ગોંડલ રોડ પરથી આ રસ્તા પર પસાર થતા ટ્રાફિકની સુગમતા માટે ઝડપથી ઝડપભેર કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. હાલ અમુક જગ્યાએ રસ્તાની એ ક્સાઈડમાં જ વાહન ચાલે છે તેને બંને સાઈડમાં આવજા થઇ શકે તેવી સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે. આ રસ્તા પર સાંજના સમયે ટ્રાફિકનું ભારણ વધારે રહેતું હોઈ વાહનવ્યવહારને આસાની રહે તે માટે બાકી રહેલી જરૂરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો:Photos / છત્તીસગઢી રંગમાં રંગાયા રાહુલ, તિલક-મુગટ, નેહરુ જેકેટ પહેરીને આપ્યો સંદેશ, જુઓ તસવીરો

દરમ્યાન મેયર અને મ્યુનિ. કમિશનરએ સ્પીડવેલ પાર્ટી પ્લોટ વાળા રોડનાં ડેવલપમેન્ટની કામગીરીની પણ સમીક્ષા કરી આગામી ચોમાસા પૂર્વે કાર્ય પૂર્ણ કરવા એજન્સીને સૂચના આપી હતી. સાથોસાથ આજની સાઈટ વિઝિટ દરમ્યાન કોઠારિયા મેઈન રોડ પર એક નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે સૈધ્ધાંતિક સહમતી પણ સાધવામાં આવી હતી.