વડોદરા/ નોકરી અપાવવા બહાને કુકર્મ, આર્મીમેનની પુત્રી પર સ્પા સંચાલકે દુષ્કર્મ ગુજાર્યું

પૃથ્વી રાણાએ તેને હવસનો શિકાર બનાવી હતી, એટલું જ નહીં ત્યાર બાદ રૂમ નં.5માં લઇ જઇ બીજી વાર પણ બળાત્કાર ગુજાર્યો હતો.

Gujarat Vadodara
Untitled 3 નોકરી અપાવવા બહાને કુકર્મ, આર્મીમેનની પુત્રી પર સ્પા સંચાલકે દુષ્કર્મ ગુજાર્યું
  • વડોદરા:નોકરી અપાવવાના બહાને દુષ્કર્મ
  • આર્મીમેનની પુત્રી પર સ્પા સંચાલકે દુષ્કર્મ ગુજાર્યું
  • અલકાપુરીમાં સ્પા ચલાવતા શખ્સનું કૃત્ય
  • યુવતીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

Vadodara News: ગુજરાતમાં એક પછી એક ક્રાઈમની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. મહિલાઓ અને છોકરીઓની સુરક્ષાની વાતો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાંથી અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વડોદરામાં એક યુવતીને નોકરી આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

વડોદરાના અલકાપુરીમાં આવેલ થાઈ સ્પામાં નોકરીની જગ્યાની જાહેરાત જોઈ યુવતીનો મંગેતર સુરતથી તેણીને વડોદરા લાવ્યો હતો અને કિંગ થાઈ સ્પાના માલિક પૃથ્વી રાજસિંહ રાણાએ યુવતીને તેનું કામ જોઈ પગાર આપવાનું કહ્યું હતું અને રહેવા માટે સ્પા સેન્ટરનો એક રૂમ ફાળવી દીધો હતો, યુવતી નોકરી કરવા સંમત થઈ અને ફિયાન્સ પરત સુરત ચાલ્યો ગયો હતો.

ત્યાર બાદ પૃથ્વી રાણાએ તેને હવસનો શિકાર બનાવી હતી એટલું જ નહીં ત્યાર બાદ રૂમ નં.5માં લઇ જઇ બીજી વાર પણ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાથી યુવતી હતપ્રભ બની થઈ ગઈ હતી અને તેને તરત જ તેના મંગેતરને તેની સાથે બનેલ ઘટના અંગે જાણ કરી હતી. ત્યાર બાદ આ અંગે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સયાજીગંજ પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી સ્પા માલિક સહિત ત્રણેયને રાતોરાત ઝડપી પાડી યુવતીને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલ મોકલી છે, મુખ્ય આરોપી સ્પા મલિકનું પણ તબીબી પરીક્ષણ કરાવવામાં આવશે.


whatsapp ad White Font નોકરી અપાવવા બહાને કુકર્મ, આર્મીમેનની પુત્રી પર સ્પા સંચાલકે દુષ્કર્મ ગુજાર્યું


આ પણ વાંચો:આંખના ડોક્ટર હોવાનું કહીને કર્યા લગ્ન, બાદ ભાંડો ફૂટ્યો થયું એવું કે…

આ પણ વાંચો:માતૃત્વ લજવાયું, 6 માસના બાળકને ત્યજી દીધેલી હાલતમાં મળ્યું

આ પણ વાંચો:રાજકોટમાં બે દિવસમાં હાર્ટએટેકથી 6નાં મોત, પરિવારો પર જાણે આભ તૂટ્યું

આ પણ વાંચો:વડોદરામાં સ્પામાં ચાલતુ દેહવ્યાપારનુ રેકેટ ઝડપાયુ