વડોદરા/ સારવાર બાદ દર્દીની હાલતમાં કોઈ ફર્ક કેમ નથી કહી ડોક્ટર પર હુમલો કરતાં શખ્સનો વિડીયો આવ્યો સામે

સારવાર બાદ દર્દીની હાલતમાં કોઈ ફર્ક કેમ નથી કહી ડોક્ટર પર હુમલો કરતાં શખ્સનો વિડીયો આવ્યો સામે

Gujarat Vadodara
morbi papar mill 1 સારવાર બાદ દર્દીની હાલતમાં કોઈ ફર્ક કેમ નથી કહી ડોક્ટર પર હુમલો કરતાં શખ્સનો વિડીયો આવ્યો સામે

વડોદરા શહેરની એક નામાંકિત હોસ્પીટલના ડોક્ટરને દર્દીના સગા દ્વારા માર મારવાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મંગળવારે દર્દીના સગાએ હોસ્પિટલના તબીબ ડો.પ્રતિક શાહને  લાફા ઝીંકી દીધા હતા. અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે આ કેસમાં રાજેન્દ્ર સિંહ રાઠોડ નામના શખ્સની અટકાયત કરી છે.

તબીબ પર હુમલો કરનાર શખ્સ કરણી સેનાનો હોદ્દેદાર હોવાનું સામે આવ્યું છે. રાજેન્દ્રસિંહ રાઠોડ નામનાં શખ્સે તબીબ પર હુમલો કર્યો હતો. ડોક્ટર પર હુમલો કરતાં શખ્સનો વિડીયો સામે આવ્યો છે. આ શખ્સ તબીબને બંધ રૂમમાં લાફા ઝીંકી રહ્યો છે. પોલીસ દ્વારા તબીબને લાફા મારનાર શખ્સની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજેન્દ્ર સિંહના કોઈ સગાનું થોડા સમય અગાઉ આ હોસ્પીટલ સારવાર કરવામાં આવી હતી. પરંતુ સારવાર બાદ દર્દીની હાલતમાં કોઈ ફર્ક પડ્યો નાં હતો. જેને લઈને દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે વિવાદ થયો હતો. ઉશ્કેરાયેલા સગાઈ ડોક્ટરને લાફા ઝીંકી દીધા હતા. ડોકટરે બુમાબુમ કરતા હોસ્પિટલ નો સ્ટાફ ધસી આવ્યો હતો. અને પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.

ધર્મ વિશેષ / વસંત પંચમી : શું તમે વાણી દોષથી પરેશાન છો ? માતા સરસ્વતીની આ સ્તુતિનો જાપ કરો

covid19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3.70 લાખથી વધુ નવા કેસો, 12 હજારથી વધુ લોકોનાં મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ