Land scam/ જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ

મહેસૂલના નીચેના અધિકારીઓની મદદ લઈ વારસાઈ નહીં વિલના આધારે બની બેઠેલા બોગસ ખેડૂતો જમીનના ધંધાના કાળાધોળા કરવામાં પાવરધા બની ગયા છે. હાલના કલેક્ટર લોકોના પ્રશ્નો સાંભળીને તેને ઉકેલવમાં ખૂબ જ ઉત્સુકતા દાખવે છે, પણ અગાઉના કલેક્ટરના સમયમાં થયેલા ગોટાળા પણ તેમની સામે આવે છે.

Gujarat Mantavya Exclusive Others Mantavya Vishesh
Beginners guide to 63 1 જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ

@એસોસિયેટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી

જમીનના ભાવો આસમાને પહોંચતા જ ખોટા-બોગસ ખેડૂતો ઠેરઠેર ફૂટી નીકળ્યા છે. જમીનના ધંધામાં રાજકીય રક્ષણ હેઠળ અને પોલીસ –મહેસૂલના અધિકારીઓની સાંઠગાંઠમાં માફિયાગીરી પણ દાખલ થઈ છે. એમા પણ આણંદ, વડોદરા, ખેડા, સુરત, ગાંધીનગરમાં જમીન માફિયાઓએ અને બોગસ ખેડૂતોએ રીતસરનો ભરડો લીધો છે. અમદાવાદ પડખેના ગોધાવીમાં પણ ઓલિમ્પિક્સની હવામાં જમીન ઘસાવવાનું ચાલુ થયું છે.

વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ એનએ સહિતની બાબતો અંગે વડોદરાના કલેક્ટરને પત્ર લખ્યો છે. જેને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ ખુલ્લુ સમર્થન કર્યુ છે. રેવન્યુ-મહેસૂલ ડિપાર્ટમેન્ટમાં ચાલતી ગેરરીતિથી તેઓ વાકેફ હોવાનું જણાવી ઉમેર્યુ છે કે સામતપુરા ગામે ખેડૂતો અને વિધવાઓની જમીનમાં કેટલાક ઘૂસી ગયા છે.

ઉપરાંત વડોદરા નજીકના દશરથ ગામે પણ કેટલાક વારસાઈ નહી પણ વિલના આધારે ખેડૂતો બની ગયા છે. કયાંક તો વિલ પણ બોગસ ઊભા કરેલ હોય છે. આવા ખેડૂતોને તંત્રએ એક વખત બિનખેડૂત જાહેર કર્યા બાદ ફરી કારસો કરી યેનકેન પ્રકારે ખેડૂત બની ગયા છે. વડોદરાના અગાઉના કલેક્ટર એ.બી. ગોરના તંત્રની ગેરરીતિનો એક મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમા હાઇકોર્ટ અધિકારીની સામે પગલાં લેવા આદેશ કર્યો હતો.

મહેસૂલના કાયદા એવા છે કે બોગસ ખેડૂતને એક નીચેના અધિકારી ખોટી નોંધ મૂકી દે તો તેની સામે જેના હક્ક-હિસ્સા હોય તેને લડતા નાકે દમ આવી જાય. કેટલાય વર્ષો જતાં રહે અને ફાઇલનું કદ પી.એચડી.ની થીસીસ જેટલું થઈ જાય, પછી તો કોઈ ફાઇલ વાંચવાનો કે અભ્યાસ કરવાનો પણ પ્રયત્ન ના કરે. ફાઇલ જૂની છે કરી બાજુએ મૂકી દે. ફાઇલ કેટલી જૂની છે તે જોવાનું ના હોય અરજદારની રજૂઆતમાં કેટલું વજૂદ છે તે જોવાનું હોય.

એક ભેંસ જંગલમાં દોડી રહી હતી. સામે ગાય મળી. તેણે પૂછ્યું કેમ આટલા તાપમાં હાંફળી ફાંફળી દોડે છે. ભેંસે કહ્યું બહાર ઊભા રહેવા જેવું નથી. કેમ પણ શું થયું? ગાયે પૂછ્યું. ભેંસે જવાબ આપ્યો સરકારે હાથીઓને પકડવાનો ઓર્ડર આપ્યો છે અને વાહનો દોડી રહ્યા છે. ગાયે કહ્યું પણ તું તો ભેંસ છે, તને શું વાંધો છે. ભેંસે જવાબ આપ્યો કે ભૂલથી મને પકડી જાય તો આ સરકારમાં હું હાથી નથી ભેંસ છું, તે સાબિત કરતા 20 વર્ષ લાગી જાય. બસ મહેસૂલના કાયદા અદ્દલ આવા જડ છે.

હમણા જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અચાનક ખેડા જિલ્લા કલેક્ટરની ઓફિસે પહોંચી ગયા હતા. ‘કીટલીઓએ બહુ ગરમ રહેવું નહી’ તેવી શિખામણ આપી હતી. આનો અર્થ એવો થયો કે ખેડા-વડોદરામાં આવી ફરિયાદો સવિશેષ છે. વડોદરાના હાલના કલેક્ટર લોકોના પ્રશ્નો ઉકેલવામાં ખૂબ જ સહયોગી અને સાલસ સ્વભાવના છે. અગાઉના કલેક્ટરના સમયમાં ગોટાળા પણ તેમણે ઉકેલવાના છે.

ઉપરાંત સુરતના કલેક્ટર આયુષ ઓક રૂ. 2000 કરોડના જમીન કૌભાંડમાં સસ્પેન્ડ થયા છે. વર્તમાન સરકારે કલેક્ટરને સસ્પેન્ડ કરવાની બહુ મોટી હિંમત દાખવી છે. ગાંધીનગરના કલેક્ટર જેલના સળીયા ગણી રહ્યા છે. અગાઉના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કહ્યું હતું કે ભ્રષ્ટાચારના મામલામાં મહેસૂલ વિભાગ શિરમોર છે.

જમીનોના કૌભાંડોમાં બોગસ ખેડૂતો, જેમના કોઈ બાપ-દાદાએ બળદીયાના પૂંછડાં આમળ્યા નથી તેઓ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય છે. પણ અધિકારીઓએ બતાવેલા રસ્તે ખેડૂત થઈ જાય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક પરપ્રાંતીયો આવા કારસા રચીને જ ખેડૂત થઈ ગયા છે. જમીનોના સાચાખોટા ધંધા કરે છે અને ફસાય ત્યારે રાજકીય નેતા કુટુંબીજન હોય તેની આંગળી પકડી છટકબારી શોધવા માંડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GIDC અંગે કોંગ્રેસના આરોપ તદ્દાન પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલાઃ ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: રાજકોટની સ્કૂલો ફરી વિવાદમાં, બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા સર્જાયો વિવાદ

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસની ‘ટ્રાફિક’ સામે કવાયત, રોંગ સાઈડ વાહન ચલાવતા બેસવું પડશે પોલીસ સ્ટેશન

આ પણ વાંચો: અમદાવાદમાં કાર ભાડે લઈ ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ