જીવલેણ હાર્ટ એટેક/ માત્ર દોઢ જ મિનિટમાં ઉડી ગયું યુવકનું પ્રાણ પંખેરું, જુઓ CCTV

વડોદરાના પાદરામાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયાનું સામે આવતા પરિવારજનોમાં ચિંતાનું મોજું છવાયું છે.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 57 3 માત્ર દોઢ જ મિનિટમાં ઉડી ગયું યુવકનું પ્રાણ પંખેરું, જુઓ CCTV
  • સેન્ડવીચ શૉપમાં હાર્ટ એટેકથી ઢળી પડ્યો યુવક
  • વડોદરાના પાદરામાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત
  • બરોડા સેન્ડવીચ નામની શૉપમાં આવ્યો હતો યુવાન

Vadodara News: રાજ્યમાં કોરોના બાદ નાની વયે હાર્ટ અટેક અને હાર્ટ અટેકથી મોતના કિસ્સામાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.ત્યારે રાજ્યમાં વધુ એક યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગૂમાવ્યો છે.વડોદરાના પાદરામાં યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટએટેકની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. યુવક સેન્ડવીચની દુકાનમાં હતો, અને ત્યા જ ઢળી પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરના પાદરામાં યવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. 43 વર્ષીય દિપક ચૌહાણનું હાર્ટ એટેકથી મોત થયું છે.બરોડા સેન્ડવીચ નામની શોપમાં યુવક અચાનક જ ઢળી પડ્યો હતો. બાદ તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયો હતો. તબીબે હાર્ટ અટેકથી મોત થયાનો ખુલાસો કર્યો હતો. યુવકના અચાનક ઢળી પડવાની ઘટના  સીસીટીવીમાં કેદ થઇ છે.

આ ઘટના સેન્ડવીડ શૉપના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, દિપક શૉપના કાઉન્ટરનો ટેકો લઈને પોતાના શર્ટના બટન ખોલીને ઉભો રહી જાય છે. જે બાદ પોતાના હાથથી મોંઢા પર પરસેવો લૂછે છે અને પછી છાતીમાં હાથ ફેરવ્યા બાદ શોપના દરવાજા પાસે ઉભો રહી જાય છે. દિપક જેવું શૉપના પગથિયા ઉતરવાનો પ્રયાસ કરે છે, તેવો ઢળી પડે છે અને થોડીવારમાં મોતને ભેટે છે.


whatsapp ad White Font big size 2 4 માત્ર દોઢ જ મિનિટમાં ઉડી ગયું યુવકનું પ્રાણ પંખેરું, જુઓ CCTV


આ પણ વાંચો:કરાર આધારિત કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:સ્ટાર મેકર એપ વાપરી રહ્યા છો તો થઈ જજો સાવધાન, યુવતી સાથે થયું એવું કે તે જાણીને…

આ પણ વાંચો:11000 સુરક્ષા જવાનો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ વચ્ચે ભારત-પાકની ટક્કર

આ પણ વાંચો:ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા