Not Set/ વડોદરા : સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી PSIનો આપઘાત

વડોદરા પોલિસની નોકરીમાં કેટલો તણાવ હોય છે તે આજે બનેલાં કમકમાટીભર્યા બનાવ પરથી ખ્યાલ આવે છે.વડોદરામાં પોલિસ ખાતામાં નોકરી કરતાં સબ ઇન્સપેક્ટરે આપઘાત કરી લીધો છે.વડોદરાના સયાજીગંજ પોલિસ સ્ટેશનમાં નોકરી કરતાં પીએસઆઇ એસ એસ જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ આપઘાતમાં ચોંકાવનારી વાત એ છે કે આપઘાત કરતાં […]

Top Stories
5 1537084019 વડોદરા : સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી PSIનો આપઘાત

વડોદરા

પોલિસની નોકરીમાં કેટલો તણાવ હોય છે તે આજે બનેલાં કમકમાટીભર્યા બનાવ પરથી ખ્યાલ આવે છે.વડોદરામાં પોલિસ ખાતામાં નોકરી કરતાં સબ ઇન્સપેક્ટરે આપઘાત કરી લીધો છે.વડોદરાના સયાજીગંજ પોલિસ સ્ટેશનમાં નોકરી કરતાં પીએસઆઇ એસ એસ જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.

આ આપઘાતમાં ચોંકાવનારી વાત એ છે કે આપઘાત કરતાં પહેલાં પીએસઆઇ જાડેજાએ સ્યુસાઇડ નોટ લખી છે તેમાં લખ્યું છે કે PSI ની નોકરી મારાથી થાય તેમ નથી મને માફ કરજો.

vdr police વડોદરા : સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી PSIનો આપઘાત

પીએસઆઇએ આપઘાત કરતાં વડોદરાના પોલિસ સર્કલમાં દોડધામ થઇ હતી.ઘટનાની જાણ થતાં વડોદરા પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

vdr psi 1 વડોદરા : સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી PSIનો આપઘાત

એવું પણ જાણવા મળ્યું છે કે પીએસઆઇની તાજેતરમાં ડેપ્યુટેશન પર બદલી થઇ હતી.આપઘાત કરી લેનાર પીએસઆઈની ચાર દિવસ પહેલા જ એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાંથી ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી હતી. આ અંગેનો આદેશ વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતે કર્યો હતો. પીએસઆઈને તાત્કાલિક ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું.

vdr psi 3 વડોદરા : સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી PSIનો આપઘાત