Not Set/ દંપતીએ 16 કરોડની દવા અપાવીને બચાવી માસૂમની જિંદગી, માતા-પિતાએ પણ કર્યા ભારોભાર વખાણ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ એક ઉમદા કાર્ય કર્યું છે જેના માટે લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ કપલે 16 કરોડ રૂપિયા એકત્રીત કરીને નિર્દોષ બાળકની જિંદગી બચાવી છે. 

Entertainment
A 312 દંપતીએ 16 કરોડની દવા અપાવીને બચાવી માસૂમની જિંદગી, માતા-પિતાએ પણ કર્યા ભારોભાર વખાણ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ એક ઉમદા કાર્ય કર્યું છે જેના માટે લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ કપલે 16 કરોડ રૂપિયા એકત્રીત કરીને નિર્દોષ બાળકની જિંદગી બચાવી છે. અયાંશ ગુપ્તા નામના બાળકને એસએમએ (કરોડરજ્જુની સ્નાયુબદ્ધ કૃશતા) નામનો રોગ હતો. અયાંશની સારવાર માટે એક ખૂબ જ મોંઘી દવાની જરૂર હતી, જેની કિંમત લગભગ 16 કરોડ છે. અયાંશની સારવાર માટે નાણાં એકત્ર કરવા માટે, તેના માતા-પિતાએ ‘AyaanshFightsSMA’ નામથી એક ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું હતું. આ ટ્વિટર હેન્ડલ પર વિરાટ અને અનુષ્કાનો આભાર માનવામાં આવી રહ્યો છે.

 અહેવાલો મળી રહ્યા છે કે આ યુગલે અયાંશ ગુપ્તા નામના એક બાળકનો જીવ બચાવ્યો છે જે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી નામની દૂર્લભ બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો. આ બાળકને દુનિયાની સૌથી મોંઘી દવા જોલ્ગેનસ્માની જરૂર હતી જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. બાળકની સારવાર માટે ફંડ એકઠું કરવા અયાંશના માતા-પિતાએ ‘અયાંશફાઈટસએસએમએ’ નામથી એક ટવીટર એકાઉન્ટ બનાવ્યું હતું. તાજેતરમાં જ આ પેઈઝ પર જાણકારી આપવામાં આવી છે કે અયાંશને દવા મળી ગઈ છે અને આ માટે વિરાટ અને અનુષ્કાનો આભાર પણ માનવામાં આવ્યો છે.

આ પણ વાંચો :નેટફ્લિક્સની સ્પેનિશ ક્રાઇમ વેબ સિરીઝ મની હાઇસ્ટની અંતિમ સીઝનની ડેટ જાહેર

આ એકાઉન્ટ પરથી ટવીટ કરવામાં આવ્યું છે કે અમે વિચાર્યું પણ નહોતું કે આ મુશ્કેલ સફરનો આટલો ખૂબસુરત અંત આવશે. અમને એ જણાવતાં આનંદ થાય છે કે અયાંશની સારવાર માટે 16 કરોડ રૂપિયાની જરૂર હતી અને અમે ત્યાં સુધી પહોંચી ગયા છીએ. અમારો સાથ આપનાર દરેક વ્યક્તિનો આભાર. આ તમારી જીત છે.

આ પણ વાંચો :પ્રખ્યાત ગાયિકા સોના મહાપાત્રની આર્થિક હાલત કફોડી,પોસ્ટ શેર કરી

ત્યારબાદ કહેવાયું કે કોહલી અને અનુષ્કા અમે હંમેશા તમારા ચાહક બનીને પ્રેમ આપ્યો છે પરંતુ તમે અયાંશ અને આ અભિયાન માટે જે કર્યું તે આશા કરતાં ઘણું વધુ છે. તમારા છગ્ગાની સાથે જિંદગીનો આ મેચ જીતવામાં મદદ મળી છે.

આ પણ વાંચો :બોલિવૂડની આ અભિનેત્રીએ આપ્યો કોરોનાને મ્હાત, પતિ સાથે મુંબઈમાં થઈ સ્પોટ

આપને જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ કોરોના સામેના યુદ્ધમાં લોકોને મદદ કરવા માટે સામે આવ્યા હતા. વિરાટે અનુષ્કા સાથે મળીને 11 કરોડની રકમ એકઠી કરી હતી. આ ભંડોળનો ઉપયોગ ઓક્સિજન અને અન્ય તબીબી સુવિધાઓ માટે થતો હતો.

kalmukho str 20 દંપતીએ 16 કરોડની દવા અપાવીને બચાવી માસૂમની જિંદગી, માતા-પિતાએ પણ કર્યા ભારોભાર વખાણ