T20 World Cup/ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિરાટ ટીમ તૈયાર, કોહલીની Practice એ ઇશાન અને શાર્દુલને ચોંકાવ્યા

T20 વર્લ્ડકપની પોતાની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આગામી મેચમાં ભારતે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવવી પડશે.

Sports
વિરાટ ટીમ તૈયાર

T20 વર્લ્ડકપની પોતાની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આગામી મેચમાં ભારતે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવવી પડશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડને પણ તેની પહેલી જ મેચમાં પાકિસ્તાને હરાવી તેની સેમિફાઈનલની સફર મુશ્કેલ બનાવી દીધી છે. જો કે ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો દર વખતની જેમ આ વખતે પણ તમામની આશા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર ટકેલી છે. આ મોટી મેચ પહેલા કોહલીએ પણ પોતાની શ્રેષ્ઠ લય હાંસલ કરી લીધી છે.

આ પણ વાંચો – T20 World Cup / તોફાની બેટિંગનાં દમ પર વોર્નરે બતાવ્યો પોતાનો અનુભવ, સવાલ ઉઠાવનારને બેટથી આપ્યો જવાબ

ICCએ ગુરુવારે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિરાટ કોહલીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા વિરાટની નેટ પ્રેક્ટિસનો છે. આ વીડિયોમાં કોહલી બેટથી આગ લગાડી રહ્યો છે. તે કેટલાક લાંબા શોટ મારતો દેખાઇ રહ્યો છે. મોટી મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે આ ઘણા સારા સંકેત છે. જો કે બીજી તરફ હાર્દિક પંડ્યાની ઈજાને લઇને ટીમ ઈન્ડિયાની મુસિબત વધતી દેખાઇ રહી છે. જો કે ગઇ કાલે તે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન વિરૂદ્ધ ટીમ ઈન્ડિયા તરફથી માત્ર કોહલીનું જ બેટ ચાલ્યું હતું. ભારત માટે પાકિસ્તાન સામે જીતવું ખૂબ જ જરૂરી છે. તેની પાછળનું કારણ એ છે કે જો ભારત આ મેચ હારી જશે તો પણ તે T20 વર્લ્ડકપની સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ જશે. પ્રથમ મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. T20 વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનની આ પહેલી જીત છે. આ પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હોતી. ભારતે પાકિસ્તાનને 152 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં 152 રનનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 17.5 ઓવરમાં ટાર્ગેટ પૂરો કરી લીધો હતો.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – વિવાદ / શોએબ અખ્તરને શો માંથી બહારનો રસ્તો બતાવનાર એન્કરનો Video આવ્યા બાદ PTV નો મોટો નિર્ણય

ભારત માટે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ઈતિહાસનાં પાના પર નજર કરવામાં આવે તો ભારત ક્યારેય T20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નથી. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સાથે બે મેચ રમી છે, જેમાં તેને બન્નેમાં હારનો સામનો કરવો પડ્યો છે. બન્ને ટીમો વચ્ચે પ્રથમ મેચ T20 વર્લ્ડકપ 2007માં રમાઈ હતી, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. છેલ્લી વખત 2016નાં વર્લ્ડકપમાં બન્ને ટીમો એકબીજાને ટક્કર આપી હતી ત્યારે ભારતીય ટીમને 47 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે ભૂતકાળમાં થયેલી ભૂલોનું વિરાટ કોહલીની ટીમ પુનરાવર્તન નહી કરે તેવુ લાગી રહ્યુ છે. આ પહેલા પાકિસ્તાને પણ ક્યારે ભારતને વર્લ્ડકપમાં હરાવ્યુ નથી પરંતુ આ વર્લ્ડકપની બન્ને ટીમોની પહેલી મેચમાં જ પાકિસ્તાને આ કલંક પોતાના માથેથી હટાવી દીધો હતો. હવે આવુ જ કઇંક ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ કરીને બતાવવાનું છે.