દ્વારકા/ એસ્સાર ગૃપ દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરનો CM વિજયભાઇ રૂપાણીના હસ્તે વર્ચ્યુઅલ પ્રારંભ

સાચી દિશા-સાફ નિયત સાથે સૌ સાથે મળીને સહિયારા પુરૂષાર્થથી કોરોનાની બીજી લ્હેર સામેના જંગમાં સફળતા મેળવીશું:- મુખ્યમંત્રી

Gujarat Others Trending
bharuch aag 12 એસ્સાર ગૃપ દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરનો CM વિજયભાઇ રૂપાણીના હસ્તે વર્ચ્યુઅલ પ્રારંભ

સાચી દિશા-સાફ નિયત સાથે સૌ સાથે મળીને સહિયારા પુરૂષાર્થથી કોરોનાની બીજી લ્હેર સામેના જંગમાં સફળતા મેળવીશું:- મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં એસ્સાર ગૃપ દ્વારા શરૂ કરાયેલા ૧૦૦ બેડના કોવિડ કેર સેન્ટરનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવતાં સ્પષ્ટ નિર્ધાર વ્યકત કર્યો કે, સૌ સાથે મળીને સાચી દિશા-સાફ નિયતના સહિયારા પ્રયાસોથી કોરોનાની આ મહામારીની બીજી લ્હેર સામેના જંગમાં સફળતા મેળવીશું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના કજુરડા ગામે એસ્સાર ગ્રૂપ દ્વારા 100 બેડ ની સુવિધા વાળુ કોવિડ19 માટે કોરોના કેર સેન્ટર નું ઇ લોકાર્પણ ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે કરવામાં આવ્યું હતું આ કોવિડ કેર સેન્ટર નો લાભ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો ને મળે તે પ્રકારે ની વ્યવસ્થા એસ્સાર ગ્રૂપ દ્વારા કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકા ના કજુરડા ગામે એસ્સાર ગ્રૂપ દ્વારા 100 બેડ ની કોરોના કેર સેન્ટર ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ઓક્સિજન કંસન્ટરેટર અને ઓક્સિજન સિલિન્ડર ની સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આજ રોજ ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ એસ્સાર ગ્રૂપ દ્વારા 100 ઓક્સિજન બેડ સાથેનું કોરોના કેર સેન્ટર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના નું સારવાર મળી રહે તે માટે ઇ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું અને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના સાંસદ પુનમબેન માડમ જિલ્લા કલેકટર , ડીડીઓ જિલ્લા આરોગ્ય અધિકારી અને એસ્સાર ગ્રૂપ ના ગુજરાત ના ડાયરેકટર તેમજ કર્મીઓ હાજર રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સાચી દિશામાં સાફ નિયત સાથે સૌ સાથે મળી સહિયારા પુરુષાર્થ થી કોરોના ની બીજી લહેર માં સફળતા મેળવીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને એસ્સાર ગ્રૂપ ને અભિનંદન પાઠવ્યા હતા

તેમણે ઉમેર્યુ કે, કોરોના સંક્રમણની આ બીજી લ્હેરની વ્યાપકતા ગુજરાત સહિત ભારતમાં સંકટ રૂપ છે. ગુજરાતમાં હરેક જિલ્લામાં કેસો વધ્યા છે ત્યારે રાજ્ય સરકારે પણ સઘન આરોગ્ય સેવા સારવાર અને ફ્રન્ટલાઇન વોરિયર્સ, તબીબો-આરોગ્ય કર્મીઓના પુરૂષાર્થથી કોરોના સામેનું યુદ્ધ જિતવા કમર કસી છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં માર્ચ મહિનામાં ૪૧ હજાર બેડની વ્યવસ્થા હતી તે આજે ૧ લાખ કરવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો આપતાં ઉમેર્યુ કે, ઓકસીજન આઇ.સી.યુ બેડની સંખ્યા પણ ૧૬ હજારથી વધીને પ૭ હજાર થઇ છે. ઓકસીજનનો વપરાશ પણ ૧૧૦૦ ટન જેટલો થયો છે.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં મોટા ઊદ્યોગો, સ્ટીલ પ્લાન્ટસ, ઓકસીજન ઉત્પાદકો સહિતના ઊદ્યોગ ગૃહોના સંશાધનો સાથે સહયોગથી કોરોના સંક્રમણ નિયંત્રણની આરોગ્ય સેવા કામગીરી પાર પડી રહી છે.  તેમણે આ તબક્કે આવા મોટા ઊદ્યોગ ગૃહો પોતાના કાર્ય ક્ષેત્રોમાં સામાજિક જવાબદારી રૂપે ૧ હજાર બેડથી માંડી ૧૦૦ બેડ સુધીની કોવિડ કેર સુવિધાઓ વિકસાવી રહ્યા છે તેની પ્રસંશા કરી હતી.

વિજયભાઇ રૂપાણીએ એસ્સાર ગૃપ દ્વારા ૧૦૦ ઓકસીજન બેડ સાથેનું આ કોવિડ કેર સેન્ટર દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં કોરોના સારવાર માટે ઉપકારક પૂરવાર થશે તેવી અપેક્ષા દર્શાવી હતી અને આ સુવિધામાં ભવિષ્યમાં વધુ બેડ જોડવા પણ અનુરોધ કર્યો હતો.