પેપર લીક/ સુરતની MTB આર્ટસ કોલેજમાંથી સંસ્કૃતનું પેપર લીક થયાના આક્ષેપ, ABVP દ્વારા વિરોધ કરાયો

MTB કોલેજમાંથી BA સેમેસ્ટર-3નું સંસ્કૃતનું પેપર લીક થયું હોવાનો ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે MTB કોલેજના સ્ટ્રોંગ રૂમના CCTV ફૂટેજની માગણી ABVP દ્વારા કરવામાં આવી છે.

Top Stories Vadodara
Untitled 40 12 સુરતની MTB આર્ટસ કોલેજમાંથી સંસ્કૃતનું પેપર લીક થયાના આક્ષેપ, ABVP દ્વારા વિરોધ કરાયો
  • સુરત: ABVP દ્વારા VNSGU ખાતે વિરોધ
  • MTB આર્ટસ કોલેજમાંથી સંસ્કૃતનું પેપર લીકનો આક્ષેપ
  • કોલેજ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગણી
  • કોલેજના સ્ટ્રોંગ રૂમના CCTV ફૂટેજ મંગાયા
  • કુલપતિ ઓફિસ બહાર ABVP દ્વારા વિરોધ કરાયો

હાલ VNSGUની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે MTB કોલેજમાંથી BA સેમેસ્ટર-3નું સંસ્કૃતનું પેપર લીક થયું હોવાનો ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે MTB કોલેજના સ્ટ્રોંગ રૂમના CCTV ફૂટેજની માગણી ABVP દ્વારા કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં ચાલી રહેલી પરીક્ષામાં MTB આર્ટસ કોલેજના સ્ટ્રોંગ રૂમમાંથી BA સેમેસ્ટર-3નું પેપર લીક થયું હોવાનો આક્ષેપ ABVP દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે.ABVP દ્વારા આ મામલે સ્ટ્રોંગ રૂમના CCTV કેમેરાના ફૂટેજની માગણી કરવામાં આવી છે.

Untitled 40 13 સુરતની MTB આર્ટસ કોલેજમાંથી સંસ્કૃતનું પેપર લીક થયાના આક્ષેપ, ABVP દ્વારા વિરોધ કરાયો

આ સમગ્ર મામલે ABVP દ્વારા યુનિવર્સીટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVPનો આક્ષેપ છે કે MTB કોલેજમાં નિયમ વિરુદ્ધ સમય પહેલા જ પેપરના સિલ ખોલી દેવામાં આવે છે. MTB કોલેજમાં જે પ્રિન્સિપાલ છે તે ખુદ સંસ્કૃતના પ્રોફેસર છે.

ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, યુનિવર્સિટીની BA સેમેસ્ટર-3ની પરીક્ષા ચાલી રહી છે. MTB આર્ટસ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે.જેમાં પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે. જે તે પરીક્ષાના પ્રશ્ન પત્ર પરીક્ષા કેન્દ્ર પર આગલી સાંજે આશરે 05:30 એ આવી જાય છે. દરેક કોલેજ કેન્દ્રના સ્ટ્રોંગ રૂમના CCTV લાઇવ યુનિવર્સિટીમાં હોવું જોઈએ. પરંતુ યુનિવર્સિટી પાસે MTB કોલેજના સ્ટ્રોંગ રૂમના કોઈ ફૂટેજ ઉપલબ્ધ નથી. MTB કોલેજ સ્ટ્રોંગ રૂમના CCTVના ફૂટેજ આપવા તૈયાર નથી.