10th International Yog Day/ વિશ્વ યોગ દિને ગાંધીનગર અક્ષરધામના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

આજે અક્ષરધામ-ગાંધીનગર ખાતે ‘વિશ્વ યોગ દિન’ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અક્ષરધામના સ્વયંસેવકો તેમજ અન્ય ભાવિકોએ ભાગ લીધેલ અને નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 21 1 વિશ્વ યોગ દિને ગાંધીનગર અક્ષરધામના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

Gandhinagar News: આજે અક્ષરધામ-ગાંધીનગર ખાતે ‘વિશ્વ યોગ દિન’ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અક્ષરધામના સ્વયંસેવકો તેમજ અન્ય ભાવિકોએ ભાગ લીધેલ અને નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

WhatsApp Image 2024 06 21 at 2.20.23 PM વિશ્વ યોગ દિને ગાંધીનગર અક્ષરધામના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

વિશ્વ યોગ દિન નિમિત્તે સુરતમાં સી.આર. પાટિલે યોગ કર્યો હતો. સુરતના ચોક બજાર કિલ્લા ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી થઈ હતી. વિશ્વ યોગ દિનની ઉજવણી નિમિત્તે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટિલે પણ યોગ કર્યો હતો. આ ઉપરાંત સુરતના સાંસદ મુકેસ દલાલે પણ યોગ કર્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ હાજરી આપી હતી.

WhatsApp Image 2024 06 21 at 2.20.24 PM વિશ્વ યોગ દિને ગાંધીનગર અક્ષરધામના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

નડાબેટ ખાતે મહાનુભાવો તેમજ 2500થી વધુ લોકોએ યોગ અને પ્રાણાયામ કર્યા છે. આર્મીના જવાનો અને અધિકારીઓએ પણ યોગ કર્યા છે. મહત્વનું છે કે વર્ષ 2015માં પ્રથમ આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી  કરવામાં આવી હતી. મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014 માં સંયુક્ત રાષ્ટ્ર્માં પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો.

વિશ્વ યોગ દિન નિમિત્તે સુરતમાં સી.આર. પાટિલે યોગ કર્યો હતો. સુરતના ચોક બજાર કિલ્લા ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી થઈ હતી. વિશ્વ યોગ દિનની ઉજવણી નિમિત્તે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટિલે પણ યોગ કર્યો હતો.

10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર જિલ્લાના વિવિધ સ્થળોએ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા. ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર જિલ્લામાં હજારો લોકોએ યોગ કરી “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરી

WhatsApp Image 2024 06 21 at 2.20.22 PM વિશ્વ યોગ દિને ગાંધીનગર અક્ષરધામના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

આજનો દિવસ”વસુધૈવ કુટુમ્બકમ” અને “સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયા”ની ભારતીય સંસ્કૃતિની ભાવનાના દર્શન કરાવે છે-મંત્રી રાઘવજીપટેલ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે કૃષિ મંત્રી ,જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ યોગાભ્યાસ કર્યો.

WhatsApp Image 2024 06 21 at 2.20.24 PM 3 વિશ્વ યોગ દિને ગાંધીનગર અક્ષરધામના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આજે વિશ્વ યોગ દિને “વસુધૈવ કુટુમ્બકમ” અને “સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા”ની ભારતીય સંસ્કૃતિની ભાવનાના દર્શન થાય છે.યોગ એ ઋષિમુનીઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે.દુનિયાના લોકો યોગ વડે તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો અને આજે સમગ્ર વિશ્વ આ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે.

WhatsApp Image 2024 06 21 at 2.20.24 PM 2 વિશ્વ યોગ દિને ગાંધીનગર અક્ષરધામના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

રાજ્ય સરકારે પણ યોગ પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા ‘‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’’ની રચના કરી જેના માધ્યમથી યોગનો વિપુલ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપ આજે જનભાગીદારી સાથે ૭૨,૦૦૦ થી વધુ સ્થળો પર યોગ દિવસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ

આ પણ વાંચો:  કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

આ પણ વાંચો: ગોધરામાં NEET-UG પરીક્ષામાં છેડછાડ, તાર ક્યાં સુધી જોડાયેલા છે,પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત