Zarkhand/ કેજરીવાલને જેલમાં મારવા માંગે છે-પત્ની સુનીતાનો આરોપ

સુનીતા કેજરીવાલે કેન્દ્ર સરકારને પણ આડે હાથે લીધી

India Top Stories
Beginners guide to 2024 04 21T190501.524 કેજરીવાલને જેલમાં મારવા માંગે છે-પત્ની સુનીતાનો આરોપ

Zarkhand News : ઝારખંડની રાજધાની રાંચીમાં આજે ઈન્ડિયા બ્લોકની મહારેલી થઈ રહી છે. દરમિયાન સીએમ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન તાંક્યુ હતું. તેમણે કહ્યું કે તે સીએમ કેજરીવાલને મારવા માંગે છે. સુનીતાએ કહ્યું કે તેના પતિની ભૂલ શું છે ? તેમને જેલ કેમ મોકલવામાં આવ્યા છે ? તેમણે દિલ્હી માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેલના તાળા તૂટશે કેજરીવાલ છુટશે, જેવા નારા સુનીતાએ લગાવ્યા હતા.

સુનીતા કેજરીવાલે કહ્યું કે અરવિંદજીને આઈઆરએસની નોકરી મળી પરંતુ તેમને સમાજસેવાનું ઝનુન હતું. તેમણે 2006માં નોકરી છોડી દીધી અને સમાજસેવા કરવા લાગ્યા.2011 માં આંદોલન થયું જે તમે સૌ જાણો છો. જનતાના હક માટે બે વખત લાંબી ભૂખ હડતાળ કરી. ડાયાબિટીશના દર્દી છે અને ડોક્ટરે તેમને મનાઈ કરી હતી. પરંતુ તે માન્યા નહી અને પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. પહેલીવાર દિલ્હીના સીએમ બન્યા ત્યારે 49 દિવસમાં જ રાજીનામુ આપી દીધું. તેમને સત્તાનો કોઈ મોહ નથી, તે ફક્ત દેશની સેવા કરવા માંગે છે.

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે હું દલીતોના સૌથી મોટા નેતા શિબૂ સોરેન આગળ માથુ ઝુકાવું છું. અહીં બે વીરાંગનાઓ છે કસ્પના સોરેન અને સુનીતા કેજરીવાલ. તેમણ કહ્યું કે તેજસ્વી યાદવ જે રીતે બીજેપી અને તમામ પાર્ટીઓ સાથે લડી રહ્યા છે, હું તેમને વધાઈ આપું છું. અમે પીએમ નરેન્દ્ર મોદીને સંદેશ આપવા માંગીએ છીએ કે સમગ્ર આદિવાસી સમાજ તમારા વિરૂધ્ધ છે. સંજય સિંહે કહ્યું કે બીજેપી આંબેડકરના સંવિધાનને નહી પરંતુ નાગપુરના સંવિધાનને માને છે. આપણે સંવિધાનને બચાવવા માટે લડવું પડશે. બીજેપી કહે છે કે અમને 400 સીટો આપો, અમારે સંવિધાન બદલું છે. તેમણે કહ્યું કે તાનાશાહી સાથેની લડાઈમાં સમગ્ર દેશ, ઈન્ડિયા બ્લોક એક સાથે ઉબા છે. અમે દેશ અને સંવિધાનને બચાવવાની લડાઈ લડી રહ્યા છીએ.

રેલીમાં ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેને કહ્યું કે હંમેતજીએ જેલમાંથી મેસેજ આપ્યો છે કે અમે સંવિધાનને નષ્ટ નહી થવા દઈએ. જનતાએ એનડીએને બે વાર ચૂંટી હતી. પરંતુ રાજ્યમાં એનડીએને જગ્યા આપી ન હતી. કેટલાય વિધાનસભ્યો ખરીદવામાં આવે છે. તે અઢી મહિનાથી જેલમાં છે. અરવિંદ કેડરીવાલ સાથે પણ તેવું જ થયું છે. ચૂંટણી પહેલા નેતાઓ અને સીએમને જેલમાં રાખવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પત્નીએ જ નિંદ્રાધીન પતિને છત પરથી ફેંકી દીધો અને પછી જઈને સૂઈ ગઈ….

આ પણ વાંચો:‘રેલવે મુસાફરી બની સજા’, રાહુલ ગાંધીએ ટ્રેનમાં ભીડનો વીડિયો શેર કરીને પીએમ મોદી પર કર્યો પ્રહાર

આ પણ વાંચો:અમે ઈલેકટોરલ બોન્ડ ફરીથી લાવીશું – નાણાં મંત્રી

આ પણ વાંચો:બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારનો લાલુ પરિવાર પર આકરો કટાક્ષ