Viral Video/ પર્વત પરથી નીચે જવાને બદલે ઉપર જઈ રહ્યો છે પાણીનો ધોધ, જાણવા મળ્યું કારણ

વીડિયો શેર કરતા IFS સુશાંત નંદાએ જણાવ્યું કે આ વોટર ફોલ મહારાષ્ટ્રના નાનેઘાટ હિલ સ્ટેશનમાં આવેલ છે. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું…

Trending Videos
1 148 પર્વત પરથી નીચે જવાને બદલે ઉપર જઈ રહ્યો છે પાણીનો ધોધ, જાણવા મળ્યું કારણ

Reverse Water Fall: સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વોટર ફોલ નીચે જવાની જગ્યાએ ઉપર તરફ વહી રહ્યો છે. એક IFS અધિકારીએ આ વીડિયો શેર કર્યો છે, જેને લાખો વખત જોવામાં આવ્યો છે. તેણે વોટર ફોલના ઉલટા વહેવાનું કારણ પણ આપ્યું છે. વીડિયો શેર કરતા IFS સુશાંત નંદાએ જણાવ્યું કે આ વોટર ફોલ મહારાષ્ટ્રના નાનેઘાટ હિલ સ્ટેશનમાં આવેલ છે. વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું – ‘જ્યારે પવનની ઝડપની તીવ્રતા ગુરુત્વાકર્ષણ બળની બરાબર અને વિરુદ્ધ હોય છે. તો ધોધ ગુરુત્વાઘર્ષણની વિરુદ્ધ પડે છે. આ છે ચોમાસાની સુંદરતા.

વાસ્તવમાં, પવનની ગતિ સમાન અને ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ હોવાને કારણે, પાણીની ધાર ઉપરની તરફ જઈ રહી હતી. IFS અધિકારીના આ વીડિયોને સાડા ત્રણ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લીલાછમ પહાડોમાંથી પાણી વહી રહ્યું છે. પરંતુ પવન એટલો જોરદાર છે કે પ્રવાહ નીચે જવાને બદલે ઉપર જઈ રહ્યો છે. આ દૃશ્ય ખૂબ જ સુંદર છે.

વાયરલ વીડિયોમાં પર્વતની આજુબાજુ લીલા વૃક્ષો અને છોડ દેખાય છે. ઉપર વાદળો છવાયા દેખાય છે. જોરદાર પવનમાં ડૂબકી મારતી વખતે પાણીનો પ્રવાહ નીચે પડવાને બદલે ઉપર તરફ જઈ રહ્યો છે. આ દ્રશ્ય એટલું સુંદર છે કે તે કોઈપણના હૃદયને સ્પર્શી શકે છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. તો 16,000 થી વધુ લોકોએ તેને પસંદ કર્યોં છે. એક યુઝરે લખ્યું- મેં આ જગ્યાની મુલાકાત લીધી છે. આ જગ્યા પૃથ્વી પરનું સ્વર્ગ છે. તો અન્ય યુઝરે કહ્યું – શું અદ્ભુત નજારો છે.

આ પણ વાંચો: ગુજરાત/ જુલાઈમાં જળબંબાકાર વરસાદ | રાજ્ય સરકારની આયોજનબદ્ધ કામગીરી | નુકશાન પર નિયંત્રણ | રાજયમાં રાહત

આ પણ વાંચો: Cricket/ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, વિરાટ કોહલી ટીમની બહાર તેમજ…