Election/ ગોધરા અપક્ષ ઉમેદવારોનાં ચૂંટણી કાર્યાલયનાં કાર્યક્રમમાં જાણીતા ગુજરાતી ગાયક રહ્યા હાજર

ગોધરા નગર પાલિકાની ભાજપ -કોંગ્રેસની સાથે સાથે અપક્ષોએ પણ મેદાનમાં ઝંપલાવ્યુ છે. અને ગોધરા શહેરમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે.

Gujarat Others
અલ્પેશ 21 ગોધરા અપક્ષ ઉમેદવારોનાં ચૂંટણી કાર્યાલયનાં કાર્યક્રમમાં જાણીતા ગુજરાતી ગાયક રહ્યા હાજર

ગોધરા નગર પાલિકાની ભાજપ -કોંગ્રેસની સાથે સાથે અપક્ષોએ પણ મેદાનમાં ઝંપલાવ્યુ છે. અને ગોધરા શહેરમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે શહેરના વિવિધ વોર્ડના મત વિસ્તારોમાં પ્રચારની શરૂઆત થઈ છે. મતદારોને રિઝવવા માટે હવે ઉમેદવારો પણ કલાકારોનો સહારો લઈ રહ્યા છે.

Election / છ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન પૂર્ણ, સરેરાશ 40 થી 42 ટકા મતદાનની શક્યતા

પંચમહાલમા સ્થાનિક ચૂટણીને લઈને પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ગોધરા શહેરમાં વોર્ડ-૪માં અપક્ષ ઉમેદવારોની પેનલના કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. વોર્ડ-૪માં અપક્ષ પેનલના ઉમેદવાર દીપક હેમનદાસ ખુમાણી, નીપાંગ કુમાર પ્રકાશભાઈ પટેલ,પરેશકુમાર અરવિંદભાઈ દેવડા,રંજનબેન રાજેશભાઈ ચૌહાણ,ઉમેદવાર તરીકે ઉભા છે. આ કાર્યાલયને જાણીતા ગુજરાતી ગાયક કલાકાર ઉમેશ બારોટ( યાદ તારી જીંદગીથી જાતી નથી ફેઈમ) દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમને ઉભેલા ઉમેદવારોને મત આપવાની અપીલ કરી હતી. ગુજરાતી ગાયક કલાકારને નિહાળવા પણ આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. ચુટણીમાં પ્રચારમાં હવે મતદારોને રિઝવવા માટે અપક્ષો પણ મેદાને પડ્યા છે. આ વખતે ગોધરા નગર પાલિકાની ચૂંટણી પણ ભારે રસાકસીવાળી બની રહેવાની સંભાવના છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ