Political/ પુડ્ડુચેરીમાં માછીમારોને લઇને રાહુલ ગાંધી આ શું બોલી ગયા? જાણો

ખેડૂત આંદોલનને લઇને રાહુલ ગાંધી સતત સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

India
PICTURE 4 232 પુડ્ડુચેરીમાં માછીમારોને લઇને રાહુલ ગાંધી આ શું બોલી ગયા? જાણો

ખેડૂત આંદોલનને લઇને રાહુલ ગાંધી સતત સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ વચ્ચે હવે રાહુલ ગાંધી આજે પુડ્ડુચેરી પહોંચ્યા છે. જ્યા તેમણે માછીમારો વચ્ચે એક મંચ પર હાજરી આપી મોટુ નિવેદન આપ્યું હતુ.

રાહુલ ગાંધીએ કહ્યુ કે, ‘જે આપણા દેશનાં કરોડરજ્જૂ છે, તે ખેડૂતો વિરુદ્ધ સરકારે 3 બીલ પસાર કર્યા છે. તમે જો કે આશ્ચર્યચકિત થઇ જશો કે હુ માછીમારોની મીટિંગમાં શા માટે ખેડૂતોનાં મુદ્દાની વાત કરુ છુ. હુ તમને સમુદ્રનાં ખેડૂત માનું છુ. જો દિલ્હીમાં ખેડૂતોની પાસે જમીન હોઇ શકે છે, તો સમુદ્રનાં ખેડૂતોની પાસે આમ કેમ નથી.’

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે, દેશમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલિયન સ્વરૂપોનાં કોરોના વાયરસનાં કેસો સામે આવ્યા બાદ સરકાર કોવિડ-19 અંગે ભારે બેદરકારી દાખવી રહી છે. એક સમાચાર શેર કરતાં તેમણે ટ્વીટ કર્યું કે, ‘કેન્દ્ર સરકાર ઘોર બેદરકારી દાખવી રહી છે અને કોવિડ-19 અંગે અતિવિશ્વાસમાં છે. આ હજી ખતમ થયું નથી.’

Covid-19 / ખતરો હજુ ટળ્યો નથી! દેશમાં કોરોના વધુ બે વેરિએન્ટની એન્ટ્રી

Political / હજુ ખતમ નથી થયો કોરોના, સરકાર ઘોર બેદરકારી દાખવી રહી છે: રાહુલ ગાંધી

Covid-19 / 11 દેશોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેઇન મળી આવ્યા,  ડેનમાર્કમાં સૌથી વધુ કેસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ