Not Set/ એકતા કપૂર કયા પ્રકારના ટેલેન્ટને આપે છે ચાન્સ, વાંચો.

મુંબઈ એકતા કપૂર હંમેશાં નવા ચહેરા સામે લાવવા માટે જાણીતા છે. તેમની ટેલિવિઝન કારકિર્દીમાં પણ એકતા કપૂર નવા ટેલેન્ટને પણ તક આપતા આવ્યા છે, ત્યારે હવે આ વખતે તેઓએ તેમની ફિલ્મ ‘લૈલા મજનુ’થી બે નવા ચહેરાઓને બ્રેક આપ્યો છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન આ અંગે વાત કરતા એકતા કપૂરે કહ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા […]

Trending Entertainment
JJL એકતા કપૂર કયા પ્રકારના ટેલેન્ટને આપે છે ચાન્સ, વાંચો.
મુંબઈ
એકતા કપૂર હંમેશાં નવા ચહેરા સામે લાવવા માટે જાણીતા છે. તેમની ટેલિવિઝન કારકિર્દીમાં પણ એકતા કપૂર નવા ટેલેન્ટને પણ તક આપતા આવ્યા છે, ત્યારે હવે આ વખતે તેઓએ તેમની ફિલ્મ ‘લૈલા મજનુ’થી બે નવા ચહેરાઓને બ્રેક આપ્યો છે.
ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન આ અંગે વાત કરતા એકતા કપૂરે કહ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા વી શાંતારામે એક એવા છોકરાને તક આપી કે જે સેટ પર ભોજન લઈને જતો હતો અને તે એક ઈમિટેશન જ્વેલરી બનાવનારનો પુત્ર હતો. પછી તે છોકરો જમ્પિંગ જેકના સ્વરૂપમાં મોટો સ્ટાર બની ગયો. અને તે વ્યક્તિનું નામ જિતેન્દ્ર છે (એકતાના પિતા).
ekt%20ll%20muj%202 એકતા કપૂર કયા પ્રકારના ટેલેન્ટને આપે છે ચાન્સ, વાંચો.
એકતા કહે છે કે, તેઓ માને છે, જો તે છોકરોને તે દિવસે તક મળી ન હોત તો પછી શું થયું હોત ? એટલે જ તેઓ હંમેશા નવા આવનારાઓને તક આપવામાં માને છે. એકતા એ સ્પષ્ટપણે જણાવ્યું કે, ટેલેન્ટ મારા માટે સૌથી મહત્વની બાબત છે.
સાથે સાથે એકતા એ પણ સ્પષ્ટ કહ્યું કે, હું ક્યારેય એવા લોકો માટે તક નથી આપતી જેઓ મારી પાસે કોઈની ઓળખ આપે છે. પછી ભલે તે પોલિટીશીયનનો પુત્ર હોય કે અમીર વ્યક્તિની ઓલાદ હોય મને કોઈ જ ફર્ક નથી પડતો. હું તેવા લોકોથી ચીડવ છું, જે બે મતલબ ગમે ત્યાં મને હેરાન કરતા હોય. આ યોગ્ય નથી આવું કરવાનો એકમાત્ર રસ્તો ઓડિશન જ છે. જો તમે રોલમાં ફિટ બેસો છો, તો તમને નોકરી મળશે.
એકતા કપૂરે કહ્યું હતું કે, જ્યારે પણ કોઈ નવા લોકો સફળતા મેળવે છે અને સફળ થાય ત્યારે તેઓ મારું નામ લે છે તે જ મારા માટે સફળતા છે. ઉલ્લેખનીય છે કે, એકતા અત્યાર સુધી નાના સ્ક્રીન પર ઘણા નવા ચહેરાઓ લાવ્યા છે.