Loksabha Election 2024/ કોંગ્રેસનો કયો રેકોર્ડ તોડવા માટે ભાજપે આદરી છે તૈયારી?

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે અમદાવાદમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચૂંટણી જીતવાનો કોંગ્રેસનો 1984નો રેકોર્ડ તોડવા માટે પક્ષના કાર્યકરોએ ભારે મહેનત કરવી પડશે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 04 06T124330.374 કોંગ્રેસનો કયો રેકોર્ડ તોડવા માટે ભાજપે આદરી છે તૈયારી?

અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે અમદાવાદમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચૂંટણી જીતવાનો કોંગ્રેસનો 1984નો રેકોર્ડ તોડવા માટે પક્ષના કાર્યકરોએ ભારે મહેનત કરવી પડશે. પાટીલે સાબરમતી રિવરફ્રન્ટ પર બૂથ સ્તરના સંમેનને સંબોધતા જણાવ્યું હતું કે 1984માં ઇન્ડિરા ગાંધીની હત્યા પછી કોંગ્રેસે વિક્રમજનક 403 બેઠક મેળવી હતી. ભારતના સંસદીય ઇતિહાસમાં કોઈપણ પક્ષે આટલી બેઠક જીતી નથી.

પાટિલે જણાવ્યું હતું કે આ વખતે આપણે આ રેકોર્ડ તોડવાનો છે. મને વિશ્વાસ છે કે તમે આ કરી શકો છો. તેના માટે એકમાત્ર આવશ્યક પગલું મેં બનાવેલી પ્રણાલિનું પાલન કરવાનું છે. પાટિલે ગુજરાતની બધી 26 લોકસભા બેઠક પાંચ લાખની સરસાઈ કરતાં વધુ વોટથી જીતવાનું આયોજન કર્યુ છે.

તેમણે તાજેતરના નિવેદનમાં જણાવ્યું હતું કે આપણી પાસે ચૂંટણી જીતવાની કોઈ જાદુઈ છડી નથી. કાર્યકરો એમ વિચારીને પક્ષના પ્રમુખ પર ભરોસો કરીને બેસી રહે કે ચૂંટણી જીતવા માટે તેમની પાસે જાદુઈ છડી છે અને તેમને કશું કરવાની જરૂર નથી, લીડ પાક્કી જ છે. શું તેનાથી નુકસાન નહી જાય, શું મારે તે બતાવવાની જરૂર છે કે જાદુની જે છડી છે તે તમે છો, પક્ષના કાર્યકરો છે, તેમની મહેનત અને પરસેવો છે.

તેમણે પક્ષના કાર્યકરોને તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં થયેલી કેટલીક ભૂલોનું પુનરાવર્તન ન થાય. તે સમયે ભાજપ 26 બેઠક સામાન્ય અંતરથી હારી ગયું હતું. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 બેઠક મળી તેનું શ્રેય પીએમ મોદીને આપતા જણાવ્યું હતું કે લોકોએ ઉમેદવારો અંગે વ્યક્તિગત પસંદ નાપસંદ બાજુએ રાખીને પીએમ મોદીને વિજયી બનાવવાના ઇરાદાથી મત આપ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે