ગુજરાત/ સુરતમાં સમાધાન કરાવવા જતા મિત્રએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ

સુરતમાં કોલેજમાં અભ્યાસ કરતા મિત્રએ મિલમાં કામ કરતા મિત્રને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી.

Gujarat Surat
YouTube Thumbnail 2024 03 13T122440.002 સુરતમાં સમાધાન કરાવવા જતા મિત્રએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના ઉન વિસ્તારમાં મિત્ર એ જ મિત્ર ની હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.કોલેજમાં અભ્યાસ કરતા મિત્રએ મિલમાં કામ કરતા મિત્રને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી.બને મિત્રો વચ્ચે મનદુઃખ થયું હતું અને વાત કરવા બાબતે મામલો ઉગ્ર બન્યો હતો.સમગ્ર મામલે પોલીસે હત્યારા મિત્ર ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે .

પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં દિવસે ને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે.સુરતમાં સતત હત્યા,ચોરી લૂંટ સહિત ની ઘટના ઓ બની રહી છે.તેવામા સુરત ના ઉન વિસ્તારમાં આવેલ તિરુપતિ નગરમાં મિત્ર એ જ મિત્રની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ હતી.સમગ્ર ઘટનાની વાત કરી એ તો ત્રણ કોલેજીયન મિત્રો અંદરો અંદર ઝગડી રહ્યા હતા.

તે દરમિયાન તેમનો અન્ય ડાંઈંગ મિલ માં કામ મરતો મિત્ર પવન ઉર્ફે ગુડડું ચૌધરીને ઝઘડા બાબતે ખબર પડતાં તે આ ઝગડો શાંત કરાવવા માટે વચ્ચે પડ્યો હતો.તે જેવી સમજાવટ કરે તે દરમ્યાન તેમનો મિત્ર અનુરાગ ગોડ પવન પર ઉશ્કેરાઈ ગયો હતો.અને તું મને ગમેતેમ કેમ બોલે છે આવું કહી અનુરાગે એમની પાસે રહેલા ચપ્પુના ત્રણ જેટલા ઘા પવનને ઝીંકી દીધા હતાં.જેને પગલે પવન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેમને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું.ઘટના મામલે પોલોસે તાત્કાલિક કામગીરી કરી હત્યારાઓને રાઉન્ડઅપ કરી કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 24 ઉમેદવારો જાહેર, જુઓ કોણ ક્યાંથી લડશે ચૂંટણી

આ પણ વાંચો:કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી તક

આ પણ વાંચો:ભારતીય જળસીમામાંથી પોણા પાંચસો કરોડનું ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:ઘરકંકાસમાં માસૂમનો શું વાંક? પિતાએ જ કરી દીકરાની હત્યા