પાયલોટ પ્રોજેક્ટનું સુરસુરિયું/ વાહન ચાલકોના ટાયરની હવા કાઢવા જતા કોર્પોરેશનની હવા નીકળી ગઈ

ટાયર કિલગ બમ્પ લગાવાયા બાદ રોંગ સાઈડથી આવનારા વાહનોના ટાયર ફાટી જશે એમ કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ વીડિયોમાં તો વાહનો સરળતાથી તેના પરથી પસાર થઈને નીકળી રહ્યા છે.

Ahmedabad Top Stories Gujarat
Untitled 36 1 વાહન ચાલકોના ટાયરની હવા કાઢવા જતા કોર્પોરેશનની હવા નીકળી ગઈ

@મેહુલ દૂધરેજીયા 

રોંગ સાઈડ પર જતા વાહન ચાલકોના ટાયરની હવા કાઢવા જતા કોર્પોરેશનની હવા નીકળી ગઈ. 24 કલાક પહેલા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં રોંગ સાઈડમાં આવતા વાહનોને રોકવા જોખમી પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો.ચાંદલોડીયામાં પાયલોટ પ્રોજેક્ટનું સુરસુરિયું થઇ ગયું હતું.કોર્પોરેશન દ્વારા નાખવામાં આવેલા આ કિલર બમ્પની સ્પ્રીંગો તૂટી ગઈ હતી. એક તરફ લોકોને યોગ્ય ટ્રાફિક નિયમ પાલન માટે કરવા માટે લગાવવામાં બમ્પની ગુણવતા સામે સવાલો ઉઠ્યા છે.એક જ દિવસમાં સ્પ્રીંગો તૂટી જતા કોર્પોરેશન સામે લોકોએ રોષ વ્યાપ્યો હતો.લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ થતો હોવાનું લોકો એ ગણગણાટ શરુ થયો છે.

વરસાદમાં પાણી ભરાઈ જાય કે ઈમરજન્સી વાહન પસાર થાય તો શું?અને આ સંજોગોમાં કોઈ અકસ્માત થાય અને મૃત્યુ થાય તો જવાબદાર કોણ ? કોર્પોરેશન ના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને બનાવેલા પ્લાન સામે લોકો મો રોષ જોવા મળ્યો છે.મહત્વની વાત એક છે કે ત્રણ રાજ્યોમાં લગાવવા માં આવેલા કિલર બમ્પ એક જ મહિનામાં કાઢી લેવામાં આવ્યા હતા.તો અમદાવાદ ના આ બમ્પની ગુણવતા અને કેટલો સમય લગાવેલા રહેશે તેની સામે સવાલો ઉઠ્યા છે.

અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે રોંગ સાઈડમાં જતા લોકોને રોકવા માટે ટાયર કિલર બમ્પ લગાવ્યા હતા. જોકે બમ્પ લગાવ્યાને માંડ એક દિવસ થયો છે, ત્યાં લોકોએ તેના પરથી નીકળવાનો રસ્તો શોધી લીધો હતો. અનેક વાહનો કિલર બમ્પ પરથી આસાનીથી પસાર થઈ રહ્યા છે. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે આ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતું નાગરિકો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યાં છે.

આગામી દિવસોમાં કારગિલ , ઇસ્કોન , શાસ્ત્રીનગર , જ્જીસ બંગ્લો એરિયામાં પણ કડક અમલ થશે. રોંગ સાઈડમાં વાહન હંકારતા અમદાવાદીઓ સાવધાન! AMCએ સર્વિસ રોડ પર ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવવાની કરી શરૂઆત કરી દીધી છે. રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો ગાડીનું ટાયર ફાટી જશે. પરંતુ આ બમ્પ કોઈ કામનું ન નીકળ્યું.

આ પણ વાંચો:પટનામાં ઈન્ડિગો પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકઓફ પછી તરત જ એન્જિન ફેલ

આ પણ વાંચો:ગોવાની ખાનગી મુલાકાતે ગયા રાહુલ ગાંધી, ત્યાંથી લાવ્યા આ ખાસ ‘ગીફ્ટ’

આ પણ વાંચો:પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે ભારતમાં ટીમની સુરક્ષાની લેખિત ગેરંટી માંગી

આ પણ વાંચો: જ્ઞાનવાપીના સર્વે સામે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો