સુરત/ મને ટ્યૂશનમાં ન આવડે ઘરે જ આવડે બોલનાર બાળક છે કોણ ? જાણો અહીં

‘મને ટ્યૂશનમાં ન આવડે ઘરે જ આવડે’-રડતાં રડતાં બાળક દ્વારા બોલાયેલા શબ્દો સાથેનો વીડિયો થોડા દિવસો અગાઉ ભારે વાઈરલ થયો હતો.

Gujarat Surat
મને ટ્યૂશનમાં
  • મને ટ્યૂશનમાં ન આવડે
  • મને બીજું ન પૂછતા, હું નાનો છું
  • મીઠી વાણીમાં બોલતા બાળકનું નામ ‘રામ’
  • માસુમ બાળકનો વીડિયો થયો વાયરલ
  • કાલીઘેલી ભાષામાં લોકોનું દિલ જીત્યું

મને ટ્યૂશનમાં ન આવડે ઘરે જ આવડે -રડતાં રડતાં બાળક દ્વારા બોલાયેલા શબ્દો સાથેનો વીડિયો થોડા દિવસો અગાઉ ભારે વાઈરલ થયો હતો. કાલીઘેલી ભાષામાં બાળક પોતાની વાત રજૂ કરતો વીડિયોમાં જોવા મળે છે.ત્યારે જાણીએ કોણ છે આ બાળક જાણીએ..

આ પણ વાંચો:વડોદરામાં વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, સ્કૂલમાં ઓફ લાઈન શિક્ષણ કરાયું બંધ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક માસુમ બાળકનો વીડિયો લોકોમાં ખુબ પ્રચલિત થયો છે.આ વીડિયોમાં જોવા મળી રહેલો બાળક સુરતનો છે.’મને ટ્યુશનમાં ન આવડે’-વીડિયો થકી પ્રચલિત થયેલા આ બાળકનું નામ રામ છે અને તે આઠ મહિનાની ઉંમરથી ચાલતા પહેલા બોલતાં શીખી ગયો હતો સાથે જ તેની મીઠી વાણીના કારણે પરિવાર સહીત અન્ય લોકોને પણ આકર્ષિત કરી દે છે.

બાળકના પિતાએ કહ્યું કે, રામ પહેલેથી વાચાળ પ્રકૃતિનો છે. સામાન્ય બાળકો કરતાં રામને જીભ વહેલી આવી ગઈ હતી. પગેથી ચાલતા શીખતા પહેલાં જ રામ 8 મહિનાનો હતો ત્યારથી ચોખ્ખા શબ્દોમાં બોલતાં શીખી ગયો હતો.સંયુક્ત પરિવારમાં દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે. દાદા પાસે રામ મોડી રાત સુધી વાર્તા સાંભળીને સવારે પછી મોડેથી જાગતો હોય છે.. રામના માતા- પિતાનું કહેવું છે કે રામના ઘડતરમાં સૌથી વધુ કોઈનો ફાળો હોય તો એ તેના દાદા-દાદીનો છે. તેના કારણે જ આજે તે આટલું સારૂં બોલી શકે છે.

આ પણ વાંચો:CM તરીકે ભૂપેન્દ્ર પટેલે પુરા કર્યા 100 દિવસ, આગામી વિધાનસભાની ચૂંટણી રહેશે મોટો પડકાર

MBA વીથ ફાયનાન્સ કરનાર રામના માતા અસ્મિતાબેને જણાવ્યું હતું કે, હું એક મારા બાળકનું ઘડતર નથી કરતી, અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. રામના કાકા-કાકી, દાદા-દાદી બધા સાથે રહે છે. રામના ઘડતરમાં સૌથી વધુ કોઈનો ફાળો હોય તો એ તેના દાદા-દાદીનો છે. તેના કારણે જ આજે તે આટલું સારૂં બોલી શકે છે. રામનો વીડિયો બનાવનારા શિક્ષિકા જીજ્ઞાશા વાદીએ કહ્યું કે, મારી પાસે ઘણા બાળકો ટ્યુશન માટે આવતાં હોય છે. પરંતુ રામ તેમાંથી સૌથી જુદો છે. તેને કોઈ પણ સવાલ પૂછો તેની પાસે જવાબ હાજર જ હોય. તેને લાંબુ વિચારવાની જરૂર પડતી નથી. જવાબ પણ કોઈએ ગોખાવેલા કે પઢાવેલા ન હોય તેના જવાબ પણ અનોખા હોય એટલે અમને પૂછવાનું પણ વધારે મન થાય. મારી પાસે ચારેક દિવસથી જ આવતો હતો પરંતુ મારી સહિત ટ્યુશનમાં આવતાં અન્ય બાળકોનો પણ રામ લાડકો બની ગયો છે.

રામના પરિવારે કહ્યું કે, અમારો રામ હજુ ભણવા-ગણવા માટે બહુ નાનો છે. અમે તેના પર કોઈ જ ફોર્સ કરતાં નથી. આગળ પણ રામને જે ફિલ્ડમાં આગળ વધવું હશે તેમાં અમે કોઈ દખલગીરી કરવા માગીશું નહીં. તેની ઈચ્છા પ્રમાણેના ફિલ્ડમાં આગળ વધવા અને વિકસવા માટે ખુલ્લું આકાશ આપવામાં આવશે તેમ પરિવારે વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો:મહિલાએ ડોગીનું નામ સોનુ રાખ્યું, પછી પાડોશીઓએ કર્યું એવું કે, તે જાણીને તમે પણ..

આ પણ વાંચો:અમદાવાદમાં SP રીંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ થયુ ધરાશાયી

આ પણ વાંચો:દાહોદ-ઇન્દોર નેશનલ હાઇવે પર ટ્રકે બાઇકને ટક્કર મારતાં બે લોકોના ઘટના સ્થળે મોત….