Not Set/ રાજયમાં ટૂંકસમયમાં જ તલાટીની ભરતી થશે, અગાઉનીપરીક્ષા રદ કરાઈ

પંચાયત વિભાગના અધિક સચિવ જયદીપ દ્રિવેદીએ જે આદેશ કર્યેા છે તેમાં જણાવાયું છે કે જૂનિયર કલાર્ક અને ગ્રામ પંચાયતના મંત્રી સંવર્ગની તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સિમિતિની સીધી ભરતીની જાહેરાત રદ્દ કરવામાં આવે છે

Gujarat Others
Untitled 23 રાજયમાં ટૂંકસમયમાં જ તલાટીની ભરતી થશે, અગાઉનીપરીક્ષા રદ કરાઈ

ગુજરાતમાં તલાટીની વિવાદાસ્પદ રહેલી ભરતી પ્રક્રિયા  અંતર્ગત નવી સરકારે રદ્દ કરી એલાન કયુ છે કે તલાટીની નવી ભરતી કરવામાં આવશે. અગાઉની ભરતી માટે જે ઉમેદવારોએ ફી ભરી છે તેમને ૨૭મી સપ્ટેમ્બર થી ૯મી ઓકટોબર વચ્ચે ફી પરત કરવામાં આવશે. આ રકમ જિલ્લા પંચાયત પાછી આપશે. નવી ભરતી પ્રક્રિયાની ટૂંકસમયમાં જાહેરાત કરાશે.

ગુજરાત સરકારે ૨૦૧૮ના વર્ષમાં પંચાયતના તલાટી મંત્રી અને જૂનિયર કલાર્કની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી હતી પરંતુ તેની પરીક્ષા લેવાઇ શકી ન હતી. હવે સરકારે તે વખતની જિલા પસંદગી સમિતિ વિખેરી પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્રારા નવેસરથી ભરતી પ્રક્રિયા શ કરવાનો નિર્ણય કર્યેા છે. જે તે સમયે એક ઉમેદવાર એકથી વધુ જિલ્લામાં અરજી કરી શકે તેવી છૂટ હોવાથી બન્ને સંવર્ગની ૩૫ લાખ જેટલી અરજીઓ આવી હતી.

આ પણ વાંચો ;નિર્ણય / હિમાચલમાં મંદિરો અને શક્તિપીઠોમાં માત્ર હિન્દુ કર્મચારીઓ જ તૈનાત રહેશે,ગેર હિન્દુઓ પર ખર્ચ નહીં

આ પ્રક્રિયામાં જનરલ ઉમેદવારો માટે પરીક્ષા દીઠ ૧૦૦ પિયાની ફી ઉઘરાવવામાં આવી હતી. પંચાયત વિભાગના અધિક સચિવ જયદીપ દ્રિવેદીએ જે આદેશ કર્યેા છે તેમાં જણાવાયું છે કે જૂનિયર કલાર્ક અને ગ્રામ પંચાયતના મંત્રી સંવર્ગની તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સિમિતિની સીધી ભરતીની જાહેરાત રદ્દ કરવામાં આવે છે. આ ભરતી માટે ભરવામાં આવેલી ઉમેદવારોની ફી તમામને પરત કરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીઓએ આ ફી પાછી આપવાની કામગીરી ૨૭મી સપ્ટેમ્બર થી ૭મી ઓકટોબર દરમ્યાન કરવાની રહેશે.

જિલ્લા વિકાસ અધિકારીઓએ જનરલ કેટેગરીના ઉમેદવારોને પરીક્ષા ફી પાછી આપવા સ્થળ અને સમય દર્શાવતો કાર્યક્રમ જિલ્લા પંચાયતની વેબસાઇટ અને નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાનો રહેશે. સબંધિત ઉમેદવારોને પરીક્ષા ફીના ૧૦૦ પિયા રોકડ કે ચેકથી આપવાના રહેશે. પંચાયત વિભાગમાં વિવિધ સેવાઓની હાલ ૧૬૪૦૦ જેટલી જગ્યઓ ખાલી પડી છે.

આ પણ વાંચો :ભાવ વધારો / દેશમાં આજેપણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,જાણો કેટલો