Virat Kohli-Wide/ કોહલી રમતો હતો ત્યારે અમ્પાયરે વાઇડ કેમ ન આપ્યો, ચોરે અને ચૌટે ચર્ચા

ભારતે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં વિજય મેળવ્યો તેમા કોહલીની સદી કરતાં પણ વધારે ચર્ચા થતી હોય તો તે અમ્પાયરે તેને જાણે સદી પૂરી કરવા વાઇડ ન આપ્યો હોય તેની છે. અમ્પાયરના આ નિર્ણયે ચર્ચા જગાવી છે.

Top Stories Sports
Wide Angle કોહલી રમતો હતો ત્યારે અમ્પાયરે વાઇડ કેમ ન આપ્યો, ચોરે અને ચૌટે ચર્ચા

પૂણેઃ ભારતે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં વિજય મેળવ્યો તેમા કોહલીની સદી કરતાં પણ વધારે ચર્ચા થતી હોય તો તે અમ્પાયરે તેને જાણે સદી પૂરી કરવા વાઇડ ન આપ્યો હોય તેની છે. અમ્પાયરના આ નિર્ણયે ચર્ચા જગાવી છે.

42મી ઓવરના પ્રથમ બોલે નસુમ એહમદે બોલ નાખ્યો, જે લેગ સ્ટમ્પની બહાર હતો. કોહલીએ તેને છોડી દીધો, પરંતુ અમ્પાયરે વાઇડ આપ્યો નહીં. બધાનું લાગ્યું કે અમ્પાયર રિચાર્ડ કેટલબ્રોએ વિરાટ સેન્ચુરી પૂરી કરી શકે એ માટે કર્યુ હતુ. પણ વાસ્તવમાં જો તમે આ અંગેના નિયમો જાણતા હોવ તો સમજી જશો કે અમ્પાયરે કેમ વાઇડ આપ્યો ન હતો.

ક્રિકેટના તાજેતરના નિયમોમાં બદલાયેલા પહેલા ક્લોઝ 22.1.1. MCC Law of Cricket મુજબ એક વાઇડને જજ કરવા માટે જો બોલર બોલ નાખે છે, જે નો-બોલ નથી તો અમ્પાયર તેને વાઇડ કહી શકે છે. જો 22.1.2 નુસાર બોલ બેટસમેન ઊભો છે ત્યાંથી દૂર છે તેમજ જો બેટ્સમેન પોતાની નિયમિત જગ્યાએ ઊભો હોય અને બોલ દૂર આવે તો પણ વાઇડ હોત.

પણ માર્ચ 2022 પછી એમસીસીએ પહેલી ઓક્ટોબર 2022થી અમલી બને તે રીતે નિયમોમાં ફેરફાર કર્યો છે.  મુજબ 22.1નો નવો ક્લોઝ બન્યો હતો. તેમા કહેવામાં આવ્યું છે કે આધુનિક ક્રિકેટમાં બેટ્સમેનો ક્રીઝ પર પહેલા કરતાં વધુ હિલચાલ કરે છે. બોલર બોલ નાખે એ પહેલા જ તેઓ પોતાની પોઝિશન ચેન્જ કરી દેતા હોય છે.  આ સંજોગોમાં બોલરનો બોલ જરા પણ બહાર જાય તો પણ વાઇડ મળે છે, હવે જો બેટ્સમેન તેની જ જગ્યાએ ઊભો રહ્યો હોત તો આ બોલ વાઇડ ન હોત. એક રીતે બોલરને આના લીધે અન્યાય થતો હતો.

તેથી લો 22.1માં ફેરફાર કરવામાં આવ્યો છે. વાઇડ આપતી વખતે બેટ્સમેન ક્યાં ઊભો છે તેમજ બોલરના રનઅપ દરમિયાન તેની ક્રીઝમાં મૂવમેન્ટ અને તે કઈ પોઝિશનમાં ઊભો છે તે પણ જોવાશે. તેથી બોલ પડ્યા પછી બેટ્સમેનની જે છેલ્લી પોઝિશન હોય તેને ધ્યાનમાં લઈ વાઇડ આપવામાં આવશે.

હવે વિરાટ કોહલીના કિસ્સામાં રિપ્લે જોશો તો ખબર પડી જશે કે અમ્પાયરે આઇસીસીના નિયમ મુજબ જ નિર્ણય લીધો હતો. બોલર જ્યારે રનઅપ પર હતો ત્યારે કોહલી ઓપન સ્ટાન્સ પર ઊભો હતો. આ દરમિયાન તેનો ફ્રન્ટ ફૂટ લેગ સ્ટમ્પની બહાર હતો. તેના પછી બોલર બોલ નાખે છે ત્યારે કોહલી સ્ટમ્પ તરફ મૂવ થાય છે. હવે જો કોહલી બોલરની રનઅપ વખતે જે પોઝિશનમાં ઊભો હતો ત્યાં જ ઊભો રહ્યો હોત તો આ વાઇડ ન હોત. તેથી અમ્પાયરે વાઇડ આપ્યો ન હતો અને તેમનો નિર્ણય સાચો હતો. તે કંઈ કોહલીને સદી કરવામાં મદદ કરી રહ્યા ન હતા. તે વિચારી લો કે કોહલી એક રન બનાવે કે સદી ફટકારે અમ્પાયરને તેનાથી કશો ફરક પડતો નથી. તેણે ફક્ત નિયમનું પાલન કરવાનું હોય છે અને તે મુજબ વર્તવાનું હોય છે.


whatsapp ad White Font big size 2 4 કોહલી રમતો હતો ત્યારે અમ્પાયરે વાઇડ કેમ ન આપ્યો, ચોરે અને ચૌટે ચર્ચા


 

આ પણ વાંચોઃ Corruption/ ભારતીય ટીમના આ પૂર્વ કેપ્ટન વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ!

આ પણ વાંચોઃ Valsad/ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાનગી બસમાં ભયાનક આગ લાગી!

આ પણ વાંચોઃ India Canada News/ ભારતના અલ્ટીમેટમ બાદ કેનેડાએ 41 રાજદ્વારીઓને પરત બોલાવ્યા!