ક્રિકેટ/ ધોનીનો નવુ લૂક આવ્યો સામે, ફેન્સ પણ નહી ઓળખી શકે

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની ભલે આ સમયે ક્રિકેટથી દૂર હોય, પરંતુ તે હંમેશા ચર્ચામાં રહે છે. આઈપીએલ 2021 ના ​​મુલતવી થયા પછી, એમએસ ધોની આ દિવસોમાં તેના ઘરે છે. દરમ્યાન, એમએસ ધોનીનો સંપૂર્ણ નવો દેખાવ સામે આવ્યો છે.

Sports
Untitled 75 ધોનીનો નવુ લૂક આવ્યો સામે, ફેન્સ પણ નહી ઓળખી શકે

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન એમએસ ધોની ભલે આ સમયે ક્રિકેટથી દૂર હોય, પરંતુ તે હંમેશા ચર્ચામાં રહે છે. આઈપીએલ 2021 ના ​​મુલતવી થયા પછી, એમએસ ધોની આ દિવસોમાં તેના ઘરે છે. દરમ્યાન, એમએસ ધોનીનો સંપૂર્ણ નવો દેખાવ સામે આવ્યો છે.

ફોટો વાયરલ / વિરાટનો નવો લૂક જોઇ ફેન્સ પણ ચોંકી ગયા, બોલ્યા- કબીર સિંહ કે પ્રોફેસર?

આ ફોટાને પ્રથમ નજરમાં જોઈને, તમે તેમને ઓળખી શકશો નહીં. ધોનીનાં લૂકમાં ઘણો બદલાવ આવ્યો છે. જણાવી દઇએ કે, એમએસ ધોનીએ દાઢી ઉગાડી છે અને તે સફેદ પણ દેખાય છે. વળી ધોનીએ ટૂંકા વાળ રાખ્યા છે, તે  પણ સફેદ દેખાય છે. એમએસ ધોનીનાં બહાર આવેલા ફોટોમાં તે પોતાના કૂતરાઓ સાથે રમતો નજરે પડે છે. એમએસ ધોની મોટેભાગે પોતાનો લૂક બદલવા માટે જાણીતા છે. તમને યાદ હશે કે જ્યારે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તેના લાંબા લાંબા વાળ હતા. તે વાળ તે સમયે યુવાનોની પહેલી પસંદ બની ગયા હતા. પરંતુ જ્યારે એમએસ ધોનીએ 2011 વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેણે રાતો રાત વાળ સાફ કરાવી દીધા હતા અને તે પછી તે વર્લ્ડ કપની ટ્રોફીને એક નવા લૂકમાં લેતો જોવા મળ્યો હતો. આ પછી પણ, આપણે સતત તેને હેરસ્ટાઇલ બદલતા જોયો છે. આઈપીએલ 2020 અથવા આઈપીએલ 2021 પહેલા પણ ધોની લોકોને નવા લૂકમાં જોવા મળ્યો હતો. ધોનીનો આ લૂક પણ ખૂબ જ સુંદર લાગે છે, જોકે તેના વાળ સફેદ થઈ ગયા છે.

Instagram will load in the frontend.

IPL / ILP -14 ની બાકીની મેચની તારીખ આવી ગઈ, આ તારીખે યોજાઈ શકે છે ફાઇનલ 

થોડા દિવસો પહેલા, અમે એમએસ ધોનીને આઈપીએલ 2021 માં રમતા જોઇને ફેન્સ ઘણા ખુશ થયા હતા. પરંતુ કોરોના વાયરસને કારણે આઈપીએલ મોકૂફ રાખવામાં આવી હતી. ધોનીની ટીમમાં કેટલાક સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું પણ જાણવા મળ્યું હતુ. અત્યારે બધા ખેલાડીઓ પોતપોતાના ઘરે છે. એવી આશા રાખવામાં આવે છે કે બીસીસીઆઈની યોજના છે કે આઈપીએલ 2021 ની બાકીની મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાઈ શકે છે. ત્યારે એમએસ ધોની ફરી એક વાર રમતા જોવા મળશે. ખાસ વાત એ છે કે આ વર્ષે અત્યાર સુધી રમાયેલી મેચોમાં એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે સારો દેખાવ કર્યો હતો. તે જોવું રહ્યું કે ચોથી વખત ધોની આઈપીએલનો ખિતાબ જીતી શકશે કે કેમ.

kalmukho str 21 ધોનીનો નવુ લૂક આવ્યો સામે, ફેન્સ પણ નહી ઓળખી શકે