IND Vs NZ/ બીજી ટેસ્ટમાં કોહલીની એન્ટ્રી, આ ત્રણ દિગ્ગજ ખેલાડીઓ બહાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ આજથી મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે.

Sports
IND vs NZ 2nd Test

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ આજથી મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે. વરસાદનાં કારણે ભીનું મેદાન હોવાથી આ મેચમાં ટોસમાં વિલંબ થયો હતો. દરમિયાન, મેચ શરૂ થાય તે પહેલા જ બન્ને ટીમોને મોટો ઝટકો લાગ્યો છે.

આ પણ વાંચો – IND Vs NZ / અંતિમ ટેસ્ટ મેચમાં શું છે હવામાન વિભાગની આગાહી? વાનખેડેની પિચ કરી શકે છે ભારતને લાભ

આપને જણાવી દઇએ કે, ઝડપી બોલર ઈશાંત શર્મા, અજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજા યજમાન ભારત માટે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. BCCI એ આ અંગે માહિતી આપી હતી. આ ત્રણેય ખેલાડીઓ ઈજાનાં કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. વળી, ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન પણ ઈજાનાં કારણે મુંબઈ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને હવે ટોમ લાથમ ટીમની સુકાનીનો ભાર સંભાળશે. BCCI એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કાનપુરમાં પ્રથમ ટેસ્ટનાં અંતિમ દિવસે ફાસ્ટ બોલર ઈશાંત શર્માને આંગળીમાં ઈજા થઈ હતી અને આ જ કારણે તે મુંબઈમાં બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. BCCI ની મેડિકલ ટીમ તેની ઈજા પર નજર રાખી રહી છે. કાનપુરમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનાં જમણા હાથમાં ઈજા થઈ હતી. સ્કેન પછી જાણવા મળ્યું કે તેના ખભામાં સોજો આવ્યો છે. તેને આરામની સલાહ આપવામાં આવી છે અને તેથી તે મુંબઈમાં બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બોર્ડે જણાવ્યું હતું કે પ્રથમ ટેસ્ટનાં અંતિમ દિવસે ફિલ્ડિંગ કરતી વખતે અજિંક્ય રહાણેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી.

હજુ તે સંપૂર્ણ સ્વસ્થ થયો નથી, તેથી તેણે મુંબઈ ટેસ્ટમાંથી બહાર રહેવું પડશે. BCCI ની મેડિકલ ટીમ તેના પર નજર રાખશે. આ પહેલા કિવી ટીમને આંચકો લાગ્યો હતો. કેપ્ટન કેન વિલિયમસન બીજી ટેસ્ટમાં રમી રહ્યો નથી અને તેના સ્થાને ટોમ લાથમ ટીમનું સુકાન સંભાળશે. ન્યૂઝીલેન્ડનાં કોચ ગેરી સ્ટેડે ટ્વિટર પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિલિયમસનને હજુ પણ તેની કોણી અને ખભામાં ઈજાઓ છે અને તે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમણે કહ્યું કે, વિલિયમસનને બદલે હવે ટોમ લાથમ કિવી ટીમની કેપ્ટનશીપ કરશે. વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમાઈ ચુકી છે અને બન્ને મેચમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે.

ટીમ ઈન્ડિયા Playing Eleven

ન્યૂઝીલેન્ડ Playing Eleven

આ પણ વાંચો – CRICKET RAGING / રૈના પહેલા વિરાટ કોહલીએ પણ રેગિંગની કહાની સંભળાવી હતી,સચિન તેંડુલકરના પગે માથું ટેકવ્યું હતું.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ 1976 માં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 162 રને જીત મેળવી હતી. વળી, બીજી મેચ 1988 માં યોજાઈ હતી, જેમાં ભારતીય ટીમ 132 રને જીતી હતી. ભારતીય ટીમે વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 25 મેચ રમી છે, જેમાં તેણે 11 મેચ જીતી છે જ્યારે સાતમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય સાત મેચ ડ્રો રહી છે.