Jamnagar/ જિલ્લામાં યોજાનારી ચૂંટણીને લઇ તંત્ર થયું સક્રિય, જાહેર કરી મતદારયાદી

આગામી દિવસોમાં રાજયની સાથે જામનગર શહેર – જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે….

Gujarat Others
sssss 112 જિલ્લામાં યોજાનારી ચૂંટણીને લઇ તંત્ર થયું સક્રિય, જાહેર કરી મતદારયાદી

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર

આગામી દિવસોમાં રાજયની સાથે જામનગર શહેર – જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવી છે. જે અનુસાર જામનગર શહેર – જિલ્લામાં વસતી પ્રમાણે 1000 પુરૂષ સામે 941 મહિલા મતદારો નોંધાયા છે. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના અંતે 27718 નવા નામ ઉમેરાયા છે.

જામનગર ઉતર બેઠકમાં સૌથી વધુ 246491 મતદાર નોંધાયા છે. કોરોનાકાળ હોવા છતાં ગત વર્ષની સાપેક્ષમાં 6530 મતદારોની વધુ નોંધણી થઇ છે. સુધારણા કાર્યક્રમ દરમ્યાન 18 થી 19 વર્ષના 14396 મતદારો નોંધાતા આ મતદારો આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. અત્રે નોંધનીય છે કે, જામનગર જિલ્લામાં નોંધાયેલા કુલ 1158291 મતદારો પૈકી તમામ મતદારો ફોટો ઓળખપત્ર સાથેનું મતદાર કાર્ડ ધરાવતા હોવાનું જિલ્લા કલેકટર રવિશંકરે જણાવ્યું હતું. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર 80 વર્ષથી વધુ વયના 29635 મતદાર નોંધાયા છે. જેમાં 76 – કાલાવડ બેઠક પર 7997, 77 – જામનગર ગ્રામ્યમાં 5666, 78 – જામનગર ઉતરમાં 4525, 79 – જામનગર દક્ષિણમાં 5062, 80 – જામજોઘપુરમાં 6385 મતદારનો સમાવેશ થાય છે.

જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર જામજોઘપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ 3652 નવા 18 થી 19 વર્ષના યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જયારે 76 – કાલાવડ બેઠક પર 2913, 77 – જામનગર ગ્રામ્યમાં 3131, 78 – જામનગર ઉતરમાં 2455, 79 – જામનગર દક્ષિણમાં 2245 યુવા મતદારોનો સમાવેશ થાય છે. યુવા મતદારોમાં 8343 પુરૂષ અને 6053 મહિલા મતદારનો સમાવેશ થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો