અમદાવાદ/ ખોખરામાં મહિલાની હત્યા, પાણીની ટાંકીમાંથી મળ્યો મૃતદેહ

પાણીની પ્લાસ્ટિકની ટાંકીમાંથી યુવતીની લાશ મળી આવી છે. લાશની હાલત એવી હતી કે તે પાણીની ટાંકીમાંથી નીકળી શકે તેમ ન હતી. આથી પોલીસે ફાયર બ્રિગેડની મદદ માંગી હતી.

Ahmedabad Gujarat
A 69 ખોખરામાં મહિલાની હત્યા, પાણીની ટાંકીમાંથી મળ્યો મૃતદેહ

અમદાવાદના ખોખરામાં એક યુવતીની ડેડબોડી મળી આવતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે યુવતીનો મૃતદેહ ગાર્મેન્ટ કંપનીની છત પરથી મળી કબ્જે કર્યો હતો. ઘટનાને કારણે પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એસ.ગમિત તેની ટીમ સાથે પહોંચી ગયા છે.

મળતી માહિતી મુજબ, યુવતીની લાશ મોહન એસ્ટેટના ટેરેસમાંથી મળી હતી. આ હત્યા ત્રણ દિવસ પહેલા કરાઈ હોવાની શંકા છે. ફાયર બ્રિગેડે કટર મશીનની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહમાંથી ખુબ જ ગંધ આવી રહી હતી. હાલમાં મૃતદેહની ઓળખ થઈ નથી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ સમસ્યા, આજથી પ્રવેશ ફોર્મની શરૂ થઇ ચકાસણી

તીવ્ર જ દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા પાણીની ટાંકીમાંથી એક યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસને આશંકા છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે. આ મામલે જાણ થતાં ખોખરા પોલીસ ઈન્સ્પેકટર વાય એસ ગામિતની સાથેનો કાફલો ઘટના પર દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે.

પાણીની ટાંકીમાંથી લાશને બહાર કાઢવી ખૂબ મુશ્કેલ હતી. આ માટે પોલીસે ફાયરના જવાનોની મદદ લીધી હતી. ફાયર વિભાગના જવાનોએ ઝાડ કાપવાના મશીનથી પાણીની ટાંકીને કાપીને લાશને બહાર કાઢી હતી. પાણીમાં લાશ એટલી કોહવાયેલી હતી કે દુર્ગંધથી માથું ફાટી જાય.

આ પણ વાંચો :વડોદરા જિલ્લા SOG પીઆઇનાં પત્ની થયા 1 મહિનાથી ગુમ, પેમ્ફ્લેટ પણ છપાવ્યા

પોલીસનું માનવું છે કે આ બનાવ ત્રણેક દિવસ પહેલાનો હોવો જોઈએ. એટલે કે યુવતીની હત્યા ત્રણ દિવસ પહેલા કરવામાં આવી હોઈ શકે છે. પોલીસે યુવતીની ઓળખ કરવા અને હત્યાનું કારણ જાણવા સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીની ઓળખ કરવા માટે ગારમેન્ટમાં કામ કરતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. બનાવને પગલે ઘટના સ્થળે લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. આ મામલે ACPનું કહેવું છે કે હાલ હત્યાનો બનાવ હોય તેવું લાગી રહ્યું છે. સાચી હકીકત પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.

આ પણ વાંચો :અમદાવાદ પોલીસને શરમ આવવી જોઈએ : પાયલ રોહતગી