Panjab News/ મહિલાને અર્ધનગ્ન કરીને શેરીઓમાં દોડાવી

મહિલા બૂમો પાડતી રહી લોકો વિડીયો ઉતારતા રહ્યા, મદદ કોઈ ન કરી

Top Stories India
Beginners guide to 2024 04 06T143601.203 મહિલાને અર્ધનગ્ન કરીને શેરીઓમાં દોડાવી

 

Panjab News : તરનતારનમાં એક અત્યંત શરમજનક બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રેમલગ્નથી નારાજ યુવતીના પરિવારજનોએ યુવકની માતાને અર્ધનગ્ન કરીને શેરીઓમાં દોડાવી હતી. મહિલા સતત મદદ માંગતી રહી પણ કોઈએ તેની વાત ન સાભળી પરંતુ તેનો વિડીયો બનાવીને વાયરલ કરી દીધો. આમ તરનતારનના વલ્ટોહામાં રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કરનારા યુવકની માતાને તેની આ કિંમત ચુકવવી પડી હતી. કેટલાક લોકોએ આ વિડીયો બનાવીને સોશિયલ મિડીયા પર વાયરલ કરી દીધો હતો. પોલીસે પાંચ જણા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ શરમજનક ઘટના સંદર્ભે મહિલા આયોગે પોલીસ પાસે રિપોર્ટ માંગીને શું કાર્યવાહી થઈ છે તેની માહિતી માંગી છે.

મહિલાએ વલ્ટોહા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના દિકરાએ પડોશમાં રહેતી યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. આ દુશ્મનાવટને પગલે 31 માર્ચની સાંજે આરોપી શરણજીત સિંહ ઉર્ફે સન્ની, ગુરૂચરણ સિંહ, કુલવીંન્દર કૌર ઉર્ફે મની અને બે અજાણ્યા શખ્સો તેના ઘરની બહાર આવ્યા હતા અને બૂમો પાડ્વા લાગ્યા હતા.

બૂમો સાંભળીને મહિલા ઘરમી બહાર આવી તો આરોપીઓ તેની સાથે કોર્ટ મેપેજની વાત કરીને તેના ગળામાં હાથ નાંખી દીધો હતો. તેનું શર્ટ ફાડીને તેને અર્ધનગ્ન કરી દીધી હતી અને શેરીઓમાં દોડાવી હતી. તેણે મદદ માટે બૂમો પાડતા તેનો પતિ અને અન્ય લોકો એકઠા થઈ ગયા હતા.

બીજીતરફ આરોપીઓએ તેનો વિડીયો બનાવીને સોશિયલ મિડીયા પર વાયરલ કરી દીધો હતો. ભિખીવિંડના ડીએસપી પ્રીત ઊઈંગર સિંહે જણાવ્યું કે આ કેસમાં પિડીતાના નિવેદન મુજબ શરણજી સિંહ, ગુરૂચરણ સિંહ, કુલવિંદર કૌર અને બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની ધરપકડ માટે વિવિધ ઠેકાણે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

 

દરમિયાન મહિલા આયોગે આરોપ લગાવ્યો છે કે 31 માર્ચની રાત્રે જ પોલીસ પાસે જઈને ફરિયાદ કરી હતી. પોલીસે રિપોર્ટ નોંધી લીધો હતો પરંતુ કોઈ કાર્યવાહી કરી ન હતી. એટલું જ નહી પોલીસે કેસ પણ 4 એપ્રિલે નોંધ્યો હતો.

પોતાના પર વિતેલી આપવિતી જણાવતા મહિલાએ કહ્યું કે જ્યારે આરોપીઓ તેને અર્ધનગ્ન કરીને દોડાવી રહ્યા હતા ત્યારે કોઈએ પણ તેની મદદ કરી ન હતી. એટલું જ નહી આરોપીઓ વિડીયો પણ ઉતારતા રહ્યા હતા.જેનો એક રાહદારીએ વિરોધ કર્યો તો આરોપીઓએ વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હતું. તેમછતા આરોપીઓએ વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ કરી દીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચો:સુરતમાં એક વ્યક્તિ સાથે ઠગબાજોએ કરી છેતરપિંડી, વિશ્વાસમાં લઈ પડાવ્યા 15 લાખ રૂપિયા

આ પણ વાંચો:સુરત રેલ્વે સ્ટેશન પર 42 જેટલી ટ્રેનોને અસર, જાણો શા માટે