Ahmedabad/ મહિલાઓ અસલામત, બે દિવસમાં બે છેડતીના બનાવ, શહેરમાં ગુંડાગીરી બેફામ

શહેરમાં મહિલાઓ અસલામત હોવાના કિસ્સા એક પછી એક જેમ સામને આવી રહ્યા છે તે પોલીસ અને પ્રસાશન માટે ખુબજ ચિંતાજનક સાબિત થઇ રહ્યા છે. ગઈકાલે જુહાપુરામાં મહિલાની જાહેરમાં છેડતી કરાઈ હતી એટલું જ નહીં ચાર ઈસમોએ મહિલાના કપડાં ફાડી નાખીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવની શાહી હજી સુખાઈ પણ નથી ને […]

Ahmedabad Gujarat
Nine arrested, including Principal, Gangrape in school complex with Std.10th student girl

શહેરમાં મહિલાઓ અસલામત હોવાના કિસ્સા એક પછી એક જેમ સામને આવી રહ્યા છે તે પોલીસ અને પ્રસાશન માટે ખુબજ ચિંતાજનક સાબિત થઇ રહ્યા છે. ગઈકાલે જુહાપુરામાં મહિલાની જાહેરમાં છેડતી કરાઈ હતી એટલું જ નહીં ચાર ઈસમોએ મહિલાના કપડાં ફાડી નાખીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં વાડજ વિસ્તારમાં છેડતીનો બનાવ સામને આવતા પોલીસની ગાડીઓ સમગ્ર વિસ્તારમા દોડતી થઇ ગઈ હતી.

શહેરના વાડજ વિસ્તારમાં રહેતી યુવતીઓ અને મહિલાઓની પીછો અને છેડતી કરતા યુવક સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. યુવકે યુવતી પકોડી ખાતી હતી ત્યારે હાથ પકડી ગંદા ઈશારા કર્યા હતા. રાતના સમયે ઘરે એકલી હતી ત્યારે ઘરમાં આવી અને તેને પકડી લીધી હતી. યુવતીએ બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને યુવક ફરાર થઈ ગયો હતો. યુવક અવારનવાર સ્થાનિક યુવતીઓ અને મહિલાઓની પીછો અને છેડતી કરતો હોવાથી આખરે તંગ આવી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

વાડજ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી તેની મિત્રો સાથે તેના ઘર પાસે પકોડી ખાવા ઉભી હતી. દરમ્યાનમાં એમ.પીની ચાલીમાં રહેતો રાજેશ ઉર્ફે રાજુ તપોધન ત્યાં આવ્યો હતો અને હાથ પકડી ગંદા ઈશારા કરવા લાગ્યો હતો. જતા રહેવાનું કહેતા બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. બપોરે યુવતીના ઘર સામે આવી અને ઈશારા કરવા લાગ્યો હતો. જો કે આબરૂ જવાના ડરે ફરિયાદ કરી ન હતી. રાતે યુવતીના માતા-પિતા કામથી બહાર ગયા હતા અને યુવતી ઘરે એકલી હતી ત્યારે રાજેશ ઉર્ફે રાજુ ઘરમાં આવ્યો હતો અને હાથ પકડી તેની તરફ ખેંચી લીધી હતી.

યુવતીએ બૂમાબૂમ કરતા રાજેશ ફરાર થઈ ગયો હતો. રાજેશ આસપાસમાં અને ચાલીમાં રહેતી યુવતીઓ અને મહિલાઓની પીછો અને છેડતી કરતો હતો. જેથી છેવટે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરતા પોલીસ આવી હતી. વાડજ પોલીસે રાજેશ ઉર્ફે રાજુ સામે છેડતી અને ધમકી અંગેનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.