Not Set/ અફઘાનિસ્તાનમાં મોટો હુમલો : ગવર્નર, પોલીસ ચીફ, ઇન્ટેલિજન્સ ચીફની હત્યા

ગૃહયુદ્ધની આગમાં સળગી રહેલા અફઘાનિસ્તાનના કંધારમાં મોટો હુમલો થયો છે. ગુરુવારે કંધારના ગવર્નર, પોલીસ ચીફ અને ઇન્ટેલિજન્સ ચીફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગવર્નરના સુરક્ષા કર્મીઓએ જ એમની હત્યા કરી છે. સાંસદ ખાલિદ પશ્તુને આની જાણકારી આપી હતી. BREAKING: Parliamentarian Khalid Pashtun says Kandahar police chief, governor and […]

Top Stories World
435042 62908933 અફઘાનિસ્તાનમાં મોટો હુમલો : ગવર્નર, પોલીસ ચીફ, ઇન્ટેલિજન્સ ચીફની હત્યા

ગૃહયુદ્ધની આગમાં સળગી રહેલા અફઘાનિસ્તાનના કંધારમાં મોટો હુમલો થયો છે. ગુરુવારે કંધારના ગવર્નર, પોલીસ ચીફ અને ઇન્ટેલિજન્સ ચીફની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ગવર્નરના સુરક્ષા કર્મીઓએ જ એમની હત્યા કરી છે. સાંસદ ખાલિદ પશ્તુને આની જાણકારી આપી હતી.

આ હુમલામાં એક અમેરિકી સુરક્ષાકર્મી અને એક નાગરિક પણ ઘાયલ થયા છે. અફઘાની સમાચાર ચેનલમાં જણાવ્યા મુજબ ગવર્નર આવાસ પર બેઠક બાદ બધા લોકો જઈ રહ્યા હતા, ત્યારે એક ગાર્ડે ગોળીબાર શરુ કરી દીધો હતો. ત્યારબાદ ઘણા ગાર્ડ ગોળીબારમાં સામેલ થયા, ગોળીબાર શરુ કરી દીધો.

અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, કંધાર ઘટનાને લઈને રાષ્ટ્રપતિ અશરફ ગની રાષ્ટ્રને સંબોધિત કરશે.