Not Set/ ભાઈ-બહેન વચ્ચેના શારીરિક સંબંધોને માન્યતા આપશે આ દેશ … ?

જર્મની ભાઇ-બહેનની વચ્ચે શારીરિક સંબંધ બનાવવા કાયદેસર બનાવી શકે છે. જર્મન સરકારની આચાર સમિતિની દલીલો જો લાગુ થઇ તો ભાઇ-બહેનના સંબંધને અવૈધ ગણાવાતા કાયદાને ખતમ કરવામાં આવી શકે છે. આચાર સમિતિ મુજબ, આ રીતના કાયદા પોતાની ઇચ્છાથી શારીરિક સંબંધ બનાવવાના અધિકારનું હનન છે. જર્મન નૈતિકતા આપરાધિક કાનુન પરિષદની તરફથી કહેવામાં આવ્યું છે કે કોઇપણ જોડીને પોતાની મરજીથી સેકસ […]

Top Stories World
Hannah and Thomas Couples Photography Wiesbaden Urban Germany 7 ભાઈ-બહેન વચ્ચેના શારીરિક સંબંધોને માન્યતા આપશે આ દેશ ... ?

જર્મની ભાઇ-બહેનની વચ્ચે શારીરિક સંબંધ બનાવવા કાયદેસર બનાવી શકે છે. જર્મન સરકારની આચાર સમિતિની દલીલો જો લાગુ થઇ તો ભાઇ-બહેનના સંબંધને અવૈધ ગણાવાતા કાયદાને ખતમ કરવામાં આવી શકે છે.

આચાર સમિતિ મુજબ, આ રીતના કાયદા પોતાની ઇચ્છાથી શારીરિક સંબંધ બનાવવાના અધિકારનું હનન છે. જર્મન નૈતિકતા આપરાધિક કાનુન પરિષદની તરફથી કહેવામાં આવ્યું છે કે કોઇપણ જોડીને પોતાની મરજીથી સેકસ કરવાનો અધિકાર છે. સમિતિની આ દલીલો સાકસોનીમાં રહેવાવાળા ભાઇ-બહેનના મામલા પછી સામે આવી છે.

અહીં રહેવાવાળા ભાઇ-બહેનની જોડીએ ચાર બાળકોને જન્મ આપ્યો. જેમાં બે બાળકો શારીરિક રૂપથી વિકલાંગ હતા. આ કારણથી બંનેને અલગ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બહેનની સાથે શારીરિક સંબંધ બનાવવાના કારણે ભાઇને 3 વર્ષની સજા કરવામાં આવી હતી.

આચાર સમિતિએ આ વાતને ખારિજ કરતા કહયું કે બાળકોને વિકલાંગ પેદા થવાના કારણે કોઇ જોડીને શારીરિક સંબંધો બનાવવાથી રોકી શકાય નહીં. જર્મનીની ચાંસલર એંજલા માર્કેલના પ્રવકતાએ જણાવ્યું કે આ વાતની સંભાવના વધારે છે કે સરકાર સમિતિની દલીલોને ખારીજ કરી શકે છે.