Not Set/ પાકિસ્તાનના પૂર્વ જજના નામે છે 2200 ગાડીઓ … ચલણ કપાયું ત્યારે ખબર પડી

પાકિસ્તાનના એક પૂર્વ ન્યાયાધીશ સિકંદર હયાતને શનિવારે ખબર પડી કે એમના નામ પર 2200 ગાડીઓ રજીસ્ટર છે. હયાતના વકીલ મિયાં ઝફરે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, અત્યાર સુધીમાં એમણે ફક્ત એક કાર જ ખરીદી છે. પાકિસ્તાનના એક મુખ્ય અખબારમાં પ્રકાશિત ખબર મુજબ પૂર્વ જજના નામ પર 2200 કાર રજીસ્ટર હોવાને લઈને સનસની મચી જવા પામી […]

Top Stories World
auction interaction પાકિસ્તાનના પૂર્વ જજના નામે છે 2200 ગાડીઓ ... ચલણ કપાયું ત્યારે ખબર પડી

પાકિસ્તાનના એક પૂર્વ ન્યાયાધીશ સિકંદર હયાતને શનિવારે ખબર પડી કે એમના નામ પર 2200 ગાડીઓ રજીસ્ટર છે. હયાતના વકીલ મિયાં ઝફરે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, અત્યાર સુધીમાં એમણે ફક્ત એક કાર જ ખરીદી છે.

પાકિસ્તાનના એક મુખ્ય અખબારમાં પ્રકાશિત ખબર મુજબ પૂર્વ જજના નામ પર 2200 કાર રજીસ્ટર હોવાને લઈને સનસની મચી જવા પામી હતી.

ખબર અનુસાર, પૂર્વ જજના વકીલ મિયાં ઝફરે કહ્યું કે મારા કલાયન્ટના નામે 2224 કારો રજીસ્ટર છે. વકીલે ઘટના વિષે સુપ્રીમ કોર્ટને જાણકારી આપતા કહ્યું કે, કેટલાક દિવસો પહેલા મારા ક્લાયન્ટ અને પૂર્વ જજને એક કારનું ચલણ મળ્યું. એ કાર એમણે ખરીદી પણ નથી. પંજાબ એક્સાઇઝ અને ટેક્સેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતે જાણકારી અપાયા બાદ સામે આવ્યું કે હયાત 2224 વાહનોના રજીસ્ટર્ડ માલિક હતા.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે આ મામલે પંજાબ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના સચિવ અને ડાયરેક્ટરને આ મામલે એક રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે એક અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો છે. પાકિસ્તાનમાં હાલ, બેનામી સંપત્તિઓને લઈને ખુબ ગરમ-ગરમી ચાલી રહી છે.