Not Set/ હેલસિંકી માં મજબુત થઇ ટ્રમ્પ – પુતિન ની દોસ્તી- ભારતને થશે આ ફાયદાઓ

સોમવારના રોજ ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બન્નેની મુલાકાત થઇ હતી. આ મુલાકાતથી પાછલા અમુક સમયથી ચાલી રહેલા બન્ને દેશો વચ્ચેના તણાવભર્યા માહોલમાં થોડી રાહત મળી હતી. બન્ને દેશો વચ્ચે સબંધો સુધરી રહ્યા છે. આ વાતને ભારતે ખુબ સકારાત્મક સ્વરૂપે સ્વીકારી છે. ટ્રમ્પ અને પુતિન ની દોસ્તી મજબુત થવાથી ભારતની […]

Top Stories India World
35ab72ef9219a34e9536bffb26ce4cc1 હેલસિંકી માં મજબુત થઇ ટ્રમ્પ – પુતિન ની દોસ્તી- ભારતને થશે આ ફાયદાઓ

સોમવારના રોજ ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન બન્નેની મુલાકાત થઇ હતી. આ મુલાકાતથી પાછલા અમુક સમયથી ચાલી રહેલા બન્ને દેશો વચ્ચેના તણાવભર્યા માહોલમાં થોડી રાહત મળી હતી. બન્ને દેશો વચ્ચે સબંધો સુધરી રહ્યા છે. આ વાતને ભારતે ખુબ સકારાત્મક સ્વરૂપે સ્વીકારી છે. ટ્રમ્પ અને પુતિન ની દોસ્તી મજબુત થવાથી ભારતની વિદેશ નીતિ વધુ મજબુત થશે. કારણકે બન્ને દેશ ભારતના મુખ્ય સહયોગી દેશ છે.

આ બન્ને મહાસત્તા વચ્ચે ટકરાવ ઓછો થાય અને દોસ્તી વધે એ ભારતના હિતમાં છે કારણકે ટકરાવની સ્થિતિથી ભારતની ચિંતા વધી ગઈ હતી કારણકે બન્ને સહયોગી દેશને એકસાથે લઈને આગળ વધવું પડકાર રૂપ બની ગયું હતું. ઉપરાંત અમેરિકા સાથે ટકરાવ થવાના કારણે રશિયાના ચીન અને પાકિસ્તાન સાથેના સંબધો વિકસી રહ્યા હતા , જે ભારત માટે સારા ન હતા.

helsinki e1531836999457 હેલસિંકી માં મજબુત થઇ ટ્રમ્પ – પુતિન ની દોસ્તી- ભારતને થશે આ ફાયદાઓ

અમેરિકી પ્રતિબંધના કારણે રશિયા પાસેથી એસ–400 એર ડીફેન્સ સીસ્ટમ ખરીદવામાં પણ ભારતને મુશ્કેલી થાત. જેને કારણે આપણી સૈન્ય શક્તિને મજબુત કરવાના પ્રયત્નને ઝટકો લાગત.

આ પરિસ્થિતિ ભારત માટે વસમી હતી એક બાજુ કુવો તો એક બાજુ ખીણ. જો અમેરિકા સાથે નિકટતા રાખે તો રશિયા નારાજ થાય અને જો રશિયા નજીક જાય તો અમેરિકા નારાજ થાય. કોઇપણ દેશ સાથે ના સંબંધો બગાડી શકે એમ નથી કારણકે કોઈ પણ એક દેશની નારાજગી NSG ની સદસ્યતા મેળવવા માટેની કોશિશને ફેલ કરી શકે છે.

trump putin meeting e1531837064763 હેલસિંકી માં મજબુત થઇ ટ્રમ્પ – પુતિન ની દોસ્તી- ભારતને થશે આ ફાયદાઓ

જો અમેરિકાના દબાવ માં આવીને ભારત રશિયાની કંપનીઓ સાથે વેપાર પર પ્રતિબંધ લગાવવો પડતો જે ભારતમાં રશિયાની કંપનીઓ ના સહયોગથી ચાલતા પ્રોજેક્ટને સીધી અસર કરત. પરંતુ સોમવારે ટ્રમ્પ અને પુતિન વચ્ચે જે રીતે વાર્તાલાપ થયો છે એ મુજબ બધું સકારાત્મક છે. જે ભારત માટે ખુબ મહત્વનું છે.

ચીન સાથેની ટ્રેડ વોર, ઉત્તર કોરિયા સાથે શાંતિ વાર્તા અને ઈરાન સાથેના પરમાણુ કરાર તૂટ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન ની આ પહેલી મુલાકાત હતી. આ મુલાકાત અમેરિકાની બદલી રહેલી વિદેશ નીતિની તરફ ઈશારા કરે છે. આ બેઠક પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ અમેરિકાની રાષ્ટ્રપતિ ચુંટણીમાં દખલ કરવાના આરોપમાંથી પુતિન ને ક્લીન ચીટ પણ આપી દીધી છે.