Gujarat Weather/ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં યેલો એલર્ટ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે.ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.ત્યારે ગઇ કાલે ગુજરાતનાં કેટલાક જિલ્લામાં તાપમાનમાં વધારો નોંધાયો છે.

Top Stories Gujarat Others
ગરમીનો પ્રકોપ
  • રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત
  • ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં યેલો એલર્ટ
  • આવતીકાલથી ગરમીમાં થશે ઘટાડો
  • સમુદ્રી પવન ફૂંકાતા મળશે આંશિક રાહત
  • 28 માર્ચ બાદ વધશે ગરમીનું જોર

દેશના લગભગ તમામ ભાગોમાં તાપમાનમાં વધારો થતાં દિવસેને દિવસે ગરમી વધી રહી છે. ઉનાળાએ તેની અસર દેખાવાનું શરૂ કરી દીધું છે. તાપમાનમાં આ સતત વધારાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.ત્યારે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે.ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.ત્યારે ગઇ કાલે ગુજરાતનાં કેટલાક જિલ્લામાં તાપમાનમાં વધારો નોંધાયો છે.અને ગરમીનું પ્રમાણ 40 ડિગ્રી પાર પહોંચ્યું છે.અને રાજયનો સૌથી વધુ ગરમ જિલ્લો અમરેલી રહ્યો છે. અને અમરેલીનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ 41, ગાંધીનગર 41, રાજકોટમાં 41, ભુજમાં 41, કંડલામાં 41, કેશોદમાં 41, ડીસામાં 41, વડોદરા 40, વલ્લભવિદ્યાનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, આવતીકાલથી સમુદ્રી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો નોંધાશે.પરંતુ 28 માર્ચ બાદ ફરી ગરમીનું જોર વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ધીમી ધીમી ઉનાળો જામ્યો હોય તેમ થોડા દિવસથી આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવી અનુભવ લોકો કરી રહ્યાં હતાં.જો કે તેમાં પણ શનિવારે થોડી રાહત જોવા મળી હતી.અને મહત્તમ તાપમાન 39.1 જ્યારે લઘુતમ તાપમાન 19.1 રહ્યું હતું જ્યારે ભેજનું પ્રમાણ 62,63 અને પવનની ગતિ 4.6 જોવા મળી હતી.

કૃષિ હવામાન વિભાગમાંથી મળતી વિગત મુજબ,ગરમી ઓછી થતા ઉનાળુ પાક કે જેમનું વાવેતર થઈ ચૂક્યું છે.તેમને ફાયદો થશે એક તો પિયત ઓછું આપવું પડશે ઉપરાંત હાલ ઋતુ સારી હોય જેથી ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર પણ કરી શકે છે.

આ પણ વાંચો :  નવસારીમાં વોટ્સએપ ગ્રુપમાં સોનિયા ગાંધી પર અશ્લીલ ટિપ્પણી, કોંગી અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું

આ પણ વાંચો :લેઉવા પટેલ સમાજની બેઠક, જાણો શું કહ્યું નરેશ પટેલે ?

આ પણ વાંચો :સુરતના કતારગામમાં સ્લેબ ધરાશાયી, 2 લોકોના મોત

આ પણ વાંચો : ‘AAP એ કોંગ્રેસ અને BJP બંનેનો વિકલ્પ છે’, પાર્ટીનું પ્રદર્શન ઐતિહાસિક રહેશે : ગોપાલ ઈટાલીયા