Bollywood/ Yo Yo Honey Singh એ મચાવ્યો શોર, મુંબઈ સાગાનું નવુ ગીત થયુ રિલીઝ

જોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘મુંબઈ સાગા’ નું નવું ગીત ‘શોર માચેગા શોર’ રિલીઝ થઈ ગયું છે.

Entertainment
Mantavya 56 Yo Yo Honey Singh એ મચાવ્યો શોર, મુંબઈ સાગાનું નવુ ગીત થયુ રિલીઝ

જોન અબ્રાહમ અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘મુંબઈ સાગા’ નું નવું ગીત ‘શોર મચેગા શોર’ રિલીઝ થઈ ગયું છે. આ ગીત પ્રખ્યાત રેપર યો યો હની સિંહે ગાયું છે. અને આ ગીતમાં પરફોર્મ પણ કર્યું હતું. થોડા સમય પહેલા જ રજૂ થયેલું આ ગીત યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યુ છે. ચાહકો યો યો હની સિંહની અનોખા અંદાજનો આનંદ લઇ રહ્યા છે.

Bollywood / અમિતાભ બચ્ચન આ ફિલ્મોના શૂટિંગમાં છે વ્યસ્ત, સર્જરીથી પડશે અસર?

‘શોર માચેગા શોર’ ગીત હની સિંહની સાથે હોમી દિલ્હીવાલાએ ગાયું છે. બંનેએ ગીતો પણ લખ્યા છે. આ ગીતને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ લોકોએ જોયું છે. તેનું ટીઝર શનિવારે રિલીઝ થયું હતું. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ હની સિંહનું નવું ગીત ‘સઈયા જી’ રિલીઝ થયું હતું. ગીતમાં તેની અને નુસરત ભરૂચાની જોડી ખૂબ જામી હતી.

ગપ-શપ / કરીના કપૂરથી લઈ, શાહિદ અને પ્રિયંકા ચોપરાના બેડરૂમ સિક્રેટ, રૂમમાં જઈ કરે છે કંઈક આવું

આપને જણાવી દઈએ કે, જ્હોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘મુંબઈ સાગા’ નું ટીઝર પાછલા દિવસોમાં રિલીઝ થયું હતું. ફિલ્મમાં જોન અબ્રાહમ અંડરવર્લ્ડ ડોનની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને ઈમરાન હાશ્મી એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને ઈમરાન હાશ્મી ઉપરાંત સુનીલ શેટ્ટી, મહેશ માંજરેકર અને કાજલ અગ્રવાલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સંજય ગુપ્તા ‘મુંબઈ સાગા’ નાં લેખક અને દિગ્દર્શક છે. ભૂષણ કુમારે આ ફિલ્મ બનાવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ