ગુજરાત/ સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

સૌરાષ્ટ્રભરમાં વિશ્વ યોગ દિવસની જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ક્યાંક કોઈ ડુંગર પર યોગ કર્યા તો ક્યાંક કોઈએ પાણીમાં યોગ કર્યા.

Gujarat Others Trending
યોગ

તન અને મન ને પ્રફુલિત અને  તાજગીપૂર્ણ રાખવા માટે પ્રાચીનકાળથી આપણા ઋષિમુનીઓએ યોગવિદ્યાની અમુલ્ય ભેટ આપી છે. આપણે ગૌરવ લઈ શકીએ છીએ કે સમગ્ર વિશ્વ આજે યોગ પ્રત્યે આકર્ષિત થયું છે અને આજે સમગ્ર વિશ્વમાં યોગદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.૨૧ જુનને વિશ્વ યોગદિવસ જાહેર કરાયા બાદ આજે દેશ અને વિદેશોમાં આઠમા યોગદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે #યોગની ઉજવણી સૌરાષ્ટ્ર ભરમાં વિવિધ સ્થળોએ જુદી જુદી રીતે થઈ હતી. સૌરાષ્ટ્રમાં #યોગ આ રીતે થયાં હતાં.

ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે #યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બે હજાર લોકો જોડાયા હતા જેમાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી-મેયર-ધારાસભ્ય વિભાવરીબેન દવે-કલેકટર-આઈજી-એનસીસી કેડેટ, આર્ટ ઓફ લિવીંગ, સમર્પણ ધ્યાન શિબિર, યુનિ.સ્ટાફ, પ્રજાપિતા બ્રહ્મકુમારી ઇશ્વરિય વિદ્યાલય, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય, પરિવાર, શહેરની પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, કોલેજો, મહાનગરપાલિકા ના કર્મચારીઓ સહિતના અનેક લોકો જોડાયા હતા.આ ઉપરાંત જીલ્લામાં પાલીતાણા, વલ્લભીપુર,મહુવા,અને તળાજા સહિતના તાલુકામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.સવારે ૭ કલાકથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો  જેમાં સુક્ષ્મક્રિયા, પ્રાણાયામ, ભદ્રાસન- વજ્રાસન- મકરાસન- ભૂંજગાસન- અનુલોમ વિલોમ પ્રાણાયામ સહિતના આસનો કર્યા હતા.તેમજ આંતરરાષ્ટ્રીય યોગા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

યોગ

6.2 5 સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

 

6 2 11 સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

સુરેન્દ્રનગરમાં આજે આંતરરાષ્ટ્રીય #યોગ દિવસનાં દિવસે ધ્રાંગધ્રાનાં યુવાનોએ પાણીમાં યોગ કરીને વિશ્વ #યોગ દિવસની ઉજવણી કરી હતી.  વિશ્વ #યોગ દિવસની ઉજવણી કરવા માટે લોકો અવનવી રીતો અપનાવે છે. ત્યારે  સુરેન્દ્રનગરનાં ધ્રાંગધ્રામાં પાણીના તરવૈયાઓએ આજ રોજ પાણીમાં #યોગ કરીને વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ યોગ નિહાળવા માટે જેમાં મોટી સંખ્યામાં લોકો હજાર રહ્યા હતાં.

6.3 s સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

6.4 s સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

વિશ્વ યોગ દિવસ નિમિતે ઓસમ ડુંગર તળેટીમાં ગ્રામજનો, આગેવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા #યોગાસનો કરવામાં આવ્યા હતા. તેમજ ઓસમ પર્વત ઉપર ઉપલેટા કોલેજના વિદ્યાર્થીઓએ યોગ સાધનાથી “વિશ્વ યોગ દિવસ” ઉજવ્યો હતો. આ તકે પાટણવાવ સરપંચ પ્રવીણભાઈ પેથાણી. પી.એસ.આઈ જી.જે.ઝાલા, ભરત ભટ્ટ, ડો. હર્ષ સંઘવી, પરેશ ખોરશિયા, ડૉ. મનસુખ પેથાણી, ઉપલેટા કોલેજ પ્રોફેસર બુટાણી, વિનું કનેરિયા, જયશ્રી ગઢીયા સહિત મહાનુભાવો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. જ્યારે ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

6.5 r સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

6.6r સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

6.7 સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

6.8 સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

રાજયના પૂર્વ મુખ્યમંત્રીની વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લામાં ૬૪૫ જગ્યાઓ, ૧૧ તાલુકાઓ તથા ૭૫ ઐતિહાસિક સ્થળો ઉપર અંદાજિત ૪.૫૦ લાખ લોકોએ સામુહિક #યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આ તકે સાંસદ રામભાઈ મોકરીયા, ડો. વલ્લ્ભભાઈ કથીરીયા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોર, પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર અરૂનકુમાર બરનવાલ, પ્રાદેશિક નગરપાલીકાના કમિશ્નર ધીમંતકુમાર વ્યાસ, પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી, લાઠીના ઠાકોર કિરીટકુમારસિંહ તથા શ્રીમતી ઉષાદેવી, જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ વાધેલા, એન.સી.સીના કેડેટ્સ, ગુજરાત યોગબોર્ડના સભ્યો, તથા અદાણી ફાઉન્ડેશન સહિત વિવિધ સામાજીક-ધાર્મિક સંસ્થાના સભ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

6.9 સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

6.10 સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

6.11 સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

6.12 સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

સુરેન્દ્રનગર ખાતે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. એમ.પી.શાહ કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીઓએ પણ #યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. ઉપરાંત જિલ્લા કક્ષાનાં કાર્યક્રમ ઉપરાંત હવા મહેલ, વઢવાણ સહિત જિલ્લાનાં દરેક તાલુકા મથકે, શાળા-કોલેજ સહિત વિવિધ સ્થળોએ યોગનાં કાર્યક્રમો યોજી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વઢવાણ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય,  અગ્રણી વર્ષાબેન દોશી સહિત અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણા, નિવાસી અધિક કલેકટર  એન ડી ઝાલા, પ્રાંત અધિકારીવી.એન. સરવૈયા, રમત ગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, યુવા વિકાસ અધિકારી હિતેષ મેસવાણિયા, સહિતનાં અધિકારીઓ જિલ્લા કો-ઓર્ડિનેટ સુશ્રી નીતાબેન દેસાઇ સહિત યોગ સાથે સંકળાયેલી પતંજિલ, આર્ટ ઓફ લિવિંગ સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, યોગાભ્યાસીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

6.13 સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

6.14 સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

6.15 સૌરાષ્ટ્રભરમાં આ રીતે થઈ આઠમાં આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી

આ પણ વાંચો : આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ઐતિહાસિક અડાલજની વાવનાં પટાંગણમાં કરાયા આકર્ષક યોગાસનો