Daman news/ દમણની હોટલમાં પિતા-પુત્રના મોત, પત્ની થઇ ઈજાગ્રસ્ત: જાણો શું થયું

નડિયાદથી દમણ ફરવા આવેલા વાઘેલા પરિવાર સાથે મોટી દુર્ઘટના બની હતી.

Gujarat Others
Mantavyanews 62 દમણની હોટલમાં પિતા-પુત્રના મોત, પત્ની થઇ ઈજાગ્રસ્ત: જાણો શું થયું

Daman News: દમણની એક હોટલમાં વીજ શોક લાગવાથી પિતા-પુત્રના મોત થયા છે. પિતા-પુત્રનું નડિયાદના રહેવાસી છે.અને મુલાકાત માટે દમણ આવ્યા હતા. અહીંની હોટલમાં રોકાઈને બંનેનું વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે માહિતી આપી હતી.

નડિયાદના રામ તાલાવાડી, મિશન રોડ ખાતે રહેતો વાઘેલા પરિવાર નાની દમણ મેઈન રોડ પર આવેલી હોટલ નાનાસ પેલેસમાં રૂમ નં. 301માં રોકાયો હતો. આ પરિવારમાં 3 સભ્યો હતા. શનિવારના રોજ બપોર 4.30 કલાક દરમિયાન રૂમમાં હાજર ત્રણેયને કરંટ લાગતા બૂમાબમ થઈ હતી. આથી હોટલમાં હાજર લોકોએ મેઇન સ્વીચ બંધ કરવા કવાયત આદરી હતી. પરંતુ મેઈન સ્વીચ બંધ થાય તે પહેલા શ્રીકાંત વાઘેલા (ઉં.વ. 35) અને તેમનો પુત્ર શીનોન (ઉં.વ. 6)નું કરંટ લાગવાથી મૃત્યુ થઈ ગયું હતું.

પોલીસે આઈપીસીની કલમ 285 અને 304 હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટના બાદ જિલ્લા મેજીસ્ટ્રેટ સૌરભ મિશ્રાએ સાત દિવસમાં દમણની તમામ હોટલ અને ગેસ્ટ હાઉસમાં ઈલેક્ટ્રીક સેફ્ટી ઓડિટ કરાવવાનો આદેશ જારી કર્યો છે.


આ પણ વાંચો:સુરતમાં બેફામ ચાલતી BRTS બસે યુવતીનો ભોગ લીધો

આ પણ વાંચો:સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બિનવારસી બાયોડિઝલ ભરેલો ટેમ્પો ઝડપાયો

આ પણ વાંચો:માતા-પિતાને ચેતવા જેવો કિસ્સો, હળવદમાં ગરમ પાણીમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત

આ પણ વાંચો:વડોદરામાં ઈદના જુલૂસ દરમિયાન DJ પર વગાડ્યું ‘સર તન સે જુદા’ સોંગ, ત્રણ લોકોની ધરપકડ