Not Set/ વડોદરામાં બે યુવતીઓ વચ્ચે થયો પ્રેમ અને પછીથી જે થયું એ વાંચીને થઇ જશો ચકિત

આજના યુગમાં યુવક અને યુવતીના પ્રેમ વચ્ચેની અનેક કહાનીઓ તમે સાંભળી હશે, પરંતુ ગુજરાતના ચાર મહાનગરમાંના એક એવા વડોદરામાં એક એવી પ્રેમ કહાની સામે આવી છે, જેને જાણીને તમે પણ ચકિત થઇ જશો.

Gujarat Vadodara
A 246 વડોદરામાં બે યુવતીઓ વચ્ચે થયો પ્રેમ અને પછીથી જે થયું એ વાંચીને થઇ જશો ચકિત

આજના યુગમાં યુવક અને યુવતીના પ્રેમ વચ્ચેની અનેક કહાનીઓ તમે સાંભળી હશે, પરંતુ ગુજરાતના ચાર મહાનગરમાંના એક એવા વડોદરામાં એક એવી પ્રેમ કહાની સામે આવી છે, જેને જાણીને તમે પણ ચકિત થઇ જશો.

હકીકતમાં વડોદરામાં આજથી અંદાજે ૫ મહિના પહેલા ૨ યુવતી વચ્ચેના પ્રેમની કહાની ખુબ ચર્ચામાં આવી હતી અને આ ઘટનાને લઈ પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ ઘટનાના ૫ મહિના બાદ પોલીસને અમદાવાદમાંથી મળી છે.

આ પણ વાંચો : ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ 2 વર્ષની રુહી, આ રીતે થયો બાળકીનો અદભૂત બચાવ

આ ઘટનાની વાત કરીએ તો, શહેરના પાણીગેટમાં વિસ્તારમાં રહેતી એક 25 વર્ષિય યુવતી ને 5 માસ અગાઉ પાડોશમાં રહેવા આવેલી 17 વર્ષની સગીરા પ્રેમ થઇ ગયો હતો અને ત્યારબાદ બંને યુવતીઓ ભાગી છૂટી હતી. ત્યારબાદ તેઓ અમદાવાદમાં રહીને મજુરી કામ કરતા હતા .

બંને યુવતીઓ ભાગી છુટ્યા બાદ પોલીસે અમદાવાદથી ઝડપી પાડી હતી. આ સમયે કરવામાં આવેલી પૂછતાછમાં સગીરા સાથે સજાતીય સંબંધ હોવાનું જણાવતાં પાણીગેટ પોલીસે મેડિકલ ચેકઅપ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : આરોપીનું એમ્બ્યુલન્સમાંથી કૂદતાં મોત, કોરોના પોઝિટીવ હતો આરોપી

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, 5 માસ અગાઉ સગીરાના પાડોશમાં એક યુવતી ભાડે રહેવા આવી હતી. તેણીએ સગીરા સાથે પરિચય કેળવ્યો હતો અને બંને વચ્ચે આકર્ષણ વધતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જેમાં યુવતીએ સગીરાને લાલચ આપી હતી કે, તે તેના સારી જગ્યાએ લગ્ન કરાવી આપશે જે બાદ બંને ફરાર થઇ ગયા હતા. તેઓ અમદાવાદમાં સાથે રહેતાં હતાં અને મજૂરી કરતાં હતાં. તે બંને વચ્ચે સજાતીય સંબંધ પણ બંધાયો હતો. પાણીગેટ પોલીસે બંનેના મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં આકાશવાણી કેન્દ્રમાં કોરોના વિસ્ફોટ , 5 અધિકારીઓના પરિવાર સહિત 18 ને કોરોના