આપઘાત/ સુરતમાં ઓનલાઇન ચેટ અને બ્લેકમેઇલમાં યુવકે કર્યો આપઘાત, જાણો સમગ્ર મામલો

યુવકના આપઘાત બાદ પરીવારે યુવક નો મોબાઈલ ચેક કરતાં સમગ્ર કાળમાં પણ આ પ્રકારની ઘટના બાદ પૈસા ના આપતા વીડિયો વાયરલ કરીને અનેક લોકોને બદનામ કરવામાં આવ્યા છે

Gujarat Surat
આપઘાત

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં યુવતીઓ દ્વારા યુવકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કરતા હોય તે અનેક મિત્રતા કર્યા બાદ તેમની સાથે મોબાઈલ ઉપર વીડિયો કોલ કરી અસલીલ હરકતો કરી આ વીડિયો રેકોર્ડ કરીને લેતી હોય છે ત્યાર બાદ આ વીડિયો ના આધારે આવી  યુવતી યુવકોને બ્લેકમેલ કરી રૂપિયા માગવાના શરૂ કરી હોય છે જો એક વખત રૂપિયા આપ્યા બાદ અનેક વખત આ વીડિયો ન આધારે બ્લેકમેલ કરી રૂપિયા ખખેરી લેતી હોય છે અને રૂપિયા નહીં આપવામાં આવે તો વિડીયો પરિચિત લોકોને મોકલી બદનામ કરવાની અનેક ઘટના સામે આવી છે ત્યારે આવી એક ઘટના માં સુરત ના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો : ભરૂચમાં ધર્માંતરણ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 4 લોકોની કરાઈ ધરપકડ

આપને જણાવી દઈએ કે, મૂળ સુરત નજીક આવેલ ઓલપાડ જિલ્લા નો વતની અને  હાલમાં સુરત ના  ઉગત-ભેસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષીય યુવકે 31મી ઓકટોબરે મોડીરાતે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે યુવકના આપઘાત બાદ પરિવારે યુવકનો મોબાઈલ ચેક કરતા  પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું મરનાર યુવકના મોબાઈલ માંથીશ્રેયા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી ફસાવ્યો હોવાનું સામે આવ્યું હતું

યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ ફાંસો આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ હતું જોકે વીડિયો ડિલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી છતાં તેણે વધુ રૂપિયાની માંગણી ચાલુ જ રાખી હતી.

આ પણ વાંચો :દર્શન માટે નીકળેલા ભક્તોને નડ્યો અકસ્માત, અંબાજી નજીક 30 ફૂટ ઉંડી ખીણમાં પડી જીપ

સમાજમાં બદનામીના ડરે યુવકે 31મી ઓકટોબરે મધરાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર, 2.26 વાગ્યે બીજા 5 હજાર તેમજ 2.29 વાગ્યે 10 હજારની રકમ મળી કુલ 20 હજારની રકમ યુવતીને મોકલી આપી હતી છતાં યુવતી તેની પાસે વીડિયો ડિલીટ કરવા માટે વધુ 5 હજારની માંગણી કરી હતી. યુવક પાસે રૂપિયાની વ્યવસ્થા ન થતાં યુવતી તેની પાસે વારંવાર માંગણી કરી માનસિક ત્રાસ આપી રહી હતી. જોકે યુવક ભરેલા પગલાં લઈને પરિવારે આ મામલે સુરતના રાંદેર પોલીસ મથકમાં આ યુવતી અને તેની ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતીયુવકની આત્મહત્યા મામલે સાયબર ક્રાઇમે યુવતી સહિત બેને પકડી પાડ્યા હતા. આ મામલે રાંદેર પોલીસે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

જોકે ગેંગના મુખ્ય આરોપી હજુ પણ પોલીસની પકડ થી બહાર છે ત્યારે આજે અન્ય સભ્યોની પૂછપરછમાં આ લોકોએ આજ સુધી કેટલા લોકોને આવી રીતે કૃષ્ણ મીડિયાના માધ્યમથી ફસાવી બ્લેકમેઈલ કરી કર્યું હોવાની વિગતો સામે આવે તેવી શક્યતાઓ છે પોલીસે હાલ આરોપીઓની કડકમાં કડક પૂછપરછ શરૂ કરી આ ગેંગ દ્વારા  કેટલા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલા લોકો શિકાર બન્યા છે અને  તેમની પાસેથી કેટલા રૂપિયાનો લેવામાં આવ્યા  છે  તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો છેલ્લા 24 કલાકમાં નવા 54 કેસ,દિવાળીની ઇફેક્ટ!

આ પણ વાંચો :ભાજપ સ્નેહ મિલન સમારંભના પ્રવેશદ્વાર ઉપર “કાળા કલરના માસ્ક” પોલીસ તંત્રએ દૂર કરાવ્યા..!!

આ પણ વાંચો :અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાઇ વધુ એક ફરિયાદ, ચાણસ્મા વિસ્તારના પરિવારની જમીન પર અન્યએ કર્યો