Not Set/ સુરતના નવ યુવાન દિવ્યાંગની કહાની, પેરાઓલિમ્પિકમાં દેશ માટે મેડલ લાવવાની જીદ 

17 વર્ષીય રઈશ પટેલને જન્મથી જ એક પગ નાનો છે, તેનો એક પગ બીજા પગ કરતાં ત્રણ ઇંચ જેટલો નાનો છે.  પરંતુ તેની આ ખોડ ને તે કમજોરી નથી ગણતો.

Trending Sports
સુરત સુરતના નવ યુવાન દિવ્યાંગની કહાની, પેરાઓલિમ્પિકમાં દેશ માટે મેડલ લાવવાની જીદ 

રઈશ પટેલ : “નબળા મનના માનવીને રસ્તો નથી જડતો, જ્યારે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો” આ કહેવત ને સાર્થક કરી રહ્યો છે સુરત નો એક નવ યુવાન, કે જે દિવ્યાંગ છે. છતા સપનું દેશને મેડલ અપાવવાનું છે.

kesha vallsad 5 સુરતના નવ યુવાન દિવ્યાંગની કહાની, પેરાઓલિમ્પિકમાં દેશ માટે મેડલ લાવવાની જીદ 

સપના માટે મહેનતને બનાવી પારસમણી
સપનું ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાનું

આજે તમને બતાવી એ એક એવા નવ યુવનાની કહાની જે  દિવ્યાંગ હોવા છતા એક એવું સપનું જોઈ રહ્યો છે. જેને સાકાર કરવા માટે ગમે તે રીતે બસ મહેનત કરવા માગે છે. સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા 17 વર્ષીય રઈશ પટેલ ને જન્મથી જ એક પગ નાનો છે, તેનો એક પગ બીજા પગ કરતાં ત્રણ ઇંચ જેટલો નાનો છે.  પરંતુ તેની આ ખોડ ને તે કમજોરી નથી ગણતો. પોતાની જાત મહેનત થી આગળ વધવા અને જીવનમાં કંઈક કરી બતાવવાના ઉદેશ્ય થી રઈશ એ જિમ જોઈન કર્યું છે અને જ્યાં તે રોજ બે થી અઢી કલાકની ટ્રેનિંગ લે છે. કારણે કે તેનું સપનું છે કે તે જીવનમાં એક ઊંચાઈ પર પહોંચવા માંગે છે અને સમય આવ્યે દેશ વતી રમી ને મેડલ મેળવવા માંગે છે. જન્મથી જ શારીરિક તકલીફ હોવા છતાં રઈશ પોતાના મક્કમ મનોબળ થી આગળ વધી રહ્યો છે.

સુરત 1 સુરતના નવ યુવાન દિવ્યાંગની કહાની, પેરાઓલિમ્પિકમાં દેશ માટે મેડલ લાવવાની જીદ 

પોતાના મક્કમ ઈરાદા સાથે રઈશ જયારે જિમ માં કસરત કરવા લાગ્યો ત્યારે જિમ ના તેના ટ્રેનર અને કોચ ને પણ તે જોઈ ને આશ્ચર્ય થયું કે એક પગે દિવ્યાંગ હોવા છતાં આ છોકરાનો જુસ્સો ગજબનો છે.

મન મક્કમ રાખીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહેલા રઈશ માટે આગળનો રસ્તો સરળ નથી. પરંતુ તેના પરિવાર અને કોચને વિશ્વાસ છે કે રઈશ માં જે ધગશ અને જુસ્સો છે તેને તેઓ ડગવા નહીં દે, રઈશ નું જે સપનું છે તે પૂરું કરવામાં અને તેના માટે મેહનત કરવા માં તેઓ કોઈ કચાશ બાકી નહિ રાખે. હાલ જ ટોક્યોમાં યોજાયેલ ઓલોમ્પિકમાં ભારત દેશ માટે રમનાર અને મેડલ મેળવનાર ખેલાડીઓ એ દેશના આવા જ કેટલાય નવયુવાનોમાં પ્રેરણા નો સંચાર કર્યો છે ત્યારે ભવિષ્યમાં રઈશ પણ દેશ માટે પેરાલિમ્પિકમાં રમે અને મેડલ મેળવે તેવી આશા રાખીએ.

Politics / મારી લોકપ્રિયતા જોયા બાદ જ PMનરેન્દ્ર મોદીએ ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો : તેજપ્રતાપ

ભારત માટે આઘાત / યુકેની કોર્ટે નીરવ મોદીને પ્રત્યાર્પણ સામે અપીલ કરવાની મંજૂરી આપી

બોન્ડેડ તબીબો / રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

કોરોનાનો ભય / શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના RTPCR ટેસ્ટ કરવા આદેશ

સત્તાને સમર્થન / OBCના જાતીય રાજકારણ માટે કેન્દ્ર અને વિપક્ષ થયા ‘એક’