શિક્ષણ થકી સમાજ ઉત્થાન/ ઠાકોર સમાજના યુવાનો શિક્ષણ માટે બન્યા સજજ ડિજિટલ ટ્રાજેકશનથી સીધું દાન ખાતામાં લાવશે

કન્યાકેળવણી માટે 8 વર્ષ પૂર્વે ઠાકોર સમાજ દ્વારા કન્યા કેળવણી રથ કાઢવામાં આવ્યો હતો અને સમાજના દાતાઓ દ્વારા આપેલા દાન થી ભવ્ય કન્યા હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું

Gujarat Others
Untitled 118 ઠાકોર સમાજના યુવાનો શિક્ષણ માટે બન્યા સજજ ડિજિટલ ટ્રાજેકશનથી સીધું દાન ખાતામાં લાવશે

@ચેહરસિંહ વાઘેલા 

કાંકરેજ તાલુકાના થરા ખાતે કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક વિદ્યાલય સ્વનિર્ભર  ચલાવવા મા આવે છે કન્યાકેળવણી માટે 8 વર્ષ પૂર્વે ઠાકોર સમાજ દ્વારા કન્યા કેળવણી રથ કાઢવામાં આવ્યો હતો અને સમાજના દાતાઓ દ્વારા આપેલા દાન થી ભવ્ય કન્યા હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ કન્યા છાત્રાલય ને ગ્રાન્ટેબલ કરવા માટે સમાજના વિવિધ રાજકીય અગ્રણીઓ ની મદદ લેવાઇ હતી પરંતુ તેમ છતાં કોઈ પરિણામ ન મળતાં.

કાંકરેજમાંકન્યા છાત્રાલયને સરકારે ગ્રાન્ટેબ્લ ન કરતા સમાજના વડીલ યુવાનોએ 1100 સભ્યોનું વોટસએપ ગ્રુપ બનાવી ડીજીટલ ટ્રાનજેકશન નો ઉપયોગ શરૂ કર્યો હતો તેમાં દરેક સભ્યએ  100 થી 200/ રૂપિયા ફોન પે ગૂગલ પે અને એકાઉન્ટ પે થી  આજે 700 જેટલા સભ્યોએ બે મહિનામાં શિક્ષણ માટે 2.50 લાખ દાન આપવાનું શરૂ કર્યું હતું અને આવી રીતે  દર મહિને દાન નો પ્રવાહ અવિરત ચાલુ રાખશે.

પરિણામે આ દાન નો ઉપયોગ  કન્યા છત્રાલય  ના નિભાવ માટે, બાળકો ને વાંચવા માટે લાઈબ્રેરી બનાવામાં ,રમત ગમત ક્ષેત્રે બાળકો ને મદદરૂપ થવા માટે   સમાજ ના વિદ્યાર્થીઓ ને તમામ સગવડ મળી રહે અને સમાજ ના શિક્ષણ માં સુધારો વધારો થશે અને સમરસતા આવશે આ અભિયાન ફકત  કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ પૂરતું શરૂ કર્યું હતું  પરંતુ પ્રેમથી તાલુકા બહારના લોકો એ પણ આ અભિયાન ને પ્રોત્સાહન પૂરું પાડવા દાન આપવાનું શરૂ કર્યું છે  આમ  10 લોકોએ નાનકડો પ્રયાસ   શરૂ કર્યો  હતો  જે આજે  2 જ મહિના મા 700 થી વધુ  લોકો જોડાઈ ચુક્યા છે અને હાલ આ અભિયાન જોરદાર વેગવંતુ બન્યું છે .આ અભિયાનમાં સમાજના નાનામાં નાના દાતા ને જોડવા દરેક ગામમાં સમિતિ બનાવી રું 10 કે તેથી વધુ દાન આપવા માટે પ્રેરિત કરશે તેના માટે શનિવારે વડેચી માટેના મંદિર નાથપુરા ખાતે કાંકરેજ ઠાકોર કેળવણી મંડળના પ્રમુખ ભૂપતજી ઠાકોર નિવૃત્ત પી આઇ અને ટ્રસ્ટી બી સી ઠાકોર ની ઉપસ્થિતિમાં ગામેગામ શિક્ષણ થકી સમાજ ઉત્થાન ની કામગીરીનો પ્રારંભ કરાયો હતો.

તેમાં ઉપસ્થિત મહાનુભાવોએ આખા ઠાકોર સમાજ સાથે અન્ય સમાજ માં પણ આ અભિયાન ની ચર્ચા એ  જોર પકડ્યું છે અને અન્ય સમાજના લોકોએ પણ ઠાકોર સમાજ દ્વારા સોશિયલ મીડિયા નો  દુરુપયોગ રોકવા તેનો સદુપયોગ કરી સમાજ ઉત્થાન નું અનોખુ ઉદાહરણ પૂરું પાડતા આ કાર્યને બિરદાવ્યું છે.

આ અંગે કાંકરેજ તાલુકા ઠાકોર સમાજ કેળવણી મંડળના પ્રમુખ ભૂપતજી ઠાકોર અને નિવૃત્ત પી આઈ બી સી ઠાકોરે જણાવ્યું હતું કે  સમાજના યુવાનોએ શિક્ષણ માટે સ્વનિર્ભર સમાજ નું ઉદાહરણ પૂરું પાડવા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ ટ્રાનજેકશન થકી શિક્ષણ માટે લાખોનું દાન એકઠું કરવાનું શરૂ કર્યું છે તેને સમાજના લોકોએ સ્વીકાર્યું છે.

આ અંગે સમાજના શિક્ષણ માટે ડિજિટલ ટ્રાનજેશન મારફતે દાન લેવા માટે વોટસએપ  ગ્રૂપનું સંચાલન કરતા શિક્ષણ પ્રેમી નરેશ ઠાકોરે અને ડૉ રાજેશભાઈ બ્રહ્નભટ્ટ એ જણાવ્યું હતું કે ઠાકોર સમાજમાં સમાજમાં કન્યા કેળવણી માટે ઠાકોર સમાજ કટિબદ્ધ છે પરંતુ શિક્ષણ ની તો જરૂરિયાત છે જ પણ સાથે વ્યસન મુક્તિ અને આરોગ્ય વિષયક કાળજી પણ એટલી જરૂરી છે સમાજમાં આર્થિક સ્થિતિ બધાની સરખી હોતી નથી શિક્ષણ થકી સમાજ ઉત્થાન નું આ કાર્ય સમાજમાં ક્રાંતિ લાવશે અને આ અભિયાન ગામેગામ પહોંચવાની શરુઆત થઇ ચૂકી છે.

આ પ્રસંગે નરેશ ઠાકોર, ડૉ રાજેશભાઈ બ્રહ્નભટ્ટ,દશરથજી ઠાકોર નાથપુરા ગામના અમૃતજી ઠાકોર ,કિરણ ઠાકોર ,ભૂપત ઠાકોર ,પોપટજી ઠાકોર ,બળવંતજી ઠાકોર સહિત બન્ને ગામના ઠાકોર સમાજના આગેવાનો ગ્રામજનો શિક્ષણ પ્રેમીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:બાળ અધિકાર આયોગની લાલ આંખ/સુરતમાં ઠાંસી-ઠાંસીને બાળકો ભરતી રિક્ષા-વાનને લાખોનો દંડ

આ પણ વાંચો:દર્દનાક અકસ્માત/આણંદમાં ST બસની ટક્કરે બેના કમકમાટીભર્યા મોત

આ પણ વાંચો:ઓડિયો વાયરલ બાદ વિવાદ/દેશનું ખાઈને દેશને બદનામ કરતો આ પોરબંદરના મૌલવીએ એવું તો શું ષડયંત્ર?