Crime/ પ્રેમલગ્ન કરનાર યુવતિએ સાસરીયાનાં ત્રાસથી કંટાળી કર્યો આપધાત, પતિ વહેમ કરી ઘરમાં ગોંધી રાખતો

પ્રેમલગ્ન કરનાર યુવતિએ સાસરીયાનાં ત્રાસથી કંટાળી કર્યો આપધાત, પતિ વહેમ કરી ઘરમાં ગોંધી રાખતો

Ahmedabad Gujarat
punjab 28 પ્રેમલગ્ન કરનાર યુવતિએ સાસરીયાનાં ત્રાસથી કંટાળી કર્યો આપધાત, પતિ વહેમ કરી ઘરમાં ગોંધી રાખતો

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદના નારોલ શાહવાડી વિસ્તારમાં રહેતી યુવતીએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા યુવતીની માતાએ પતિ અને સાસુ સામે આત્મહત્યા દુષ્પ્રેરણ ની ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે યુવતીનો પતિ તેના ઉપર ખોટો શાક વહેમ રાખી મારઝૂડ કરતો હોવાથી યુવતીએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ માતાએ નોંધાવી છે.

કલોલના વડસર ગામ ખાતે રહેતા ચંદ્રિકાબેન સોલંકીએ નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ બે વર્ષ પહેલા તેઓ નારોલ શાહવાડી ખાતે આવેલી ત્રિશુલનગર સોસાયટીમાં રહેતા હતા તે સમયે તેઓની દિકરી કૃતિકાએ જીગ્નેશ પરમાર નામના યુવક સાથે માતા-પિતાની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા..જેથી તેઓ મકાન ખાલી કરીને કલોલ રહેવા જતા રહ્યા હતા. બે વર્ષથી તેઓની દીકરી કૃતિકા અને પતિ જીગ્નેશ નારોલમાં રહેતા હતા.

કૃતિકાએ માતા-પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હોવાથી માતા-પિતા તેઓના ઘરે જતા ન હતા, પરંતુ યુવતીની પાડોશમાં તેમના સગા નાના બહેન રંજનબેન સોલંકી રહેતા હોવાથી તેઓના મારફતે યુવતીની માતા ચંદ્રિકાબેનને જાણવા મળ્યું કે યુવતીનો પતિ જીગ્નેશ પરમાર શક-વહેમ રાખે છે, આખો દિવસ ઘરમાં પુરી રાખે છે..તેમજ ઘરની બહાર એકલી નીકળવા દેતા નથી અને અવારનવાર પતિ અને સાસુ નાની-નાની વાતોમાં યુવતી સાથે ઝઘડો કરી માનસિક શારિરીક ત્રાસ આપી મારઝૂડ કરતા.  આ બાબતે યુવતીની માતા ચંદ્રિકાબેન કંઈ પણ કહેવા જતા તેનો પતિ “ તમારે વચ્ચે કોઈ બોલવાની જરૂર નથી” તેવુ જણાવીને દીકરી સાથે મળવા પણ દેતો ન હતો.

punjab 29 પ્રેમલગ્ન કરનાર યુવતિએ સાસરીયાનાં ત્રાસથી કંટાળી કર્યો આપધાત, પતિ વહેમ કરી ઘરમાં ગોંધી રાખતો
મરનાર યુવતીનો પતિ

7 મહિના અગાઉ યુવતીનાં કુટુંબમાં લગ્ન પ્રસંગમાં હોવાથી તે માતા-પિતાના ઘરે આવી હતી, તે સમયે માતા-પિતા સાથે કૃતિકાનું બોલવાનું શરૂ કર્યું હતું અને તેણે માતાને જણાવ્યું હતું કે પતિ જીગ્નેશ તેના ઉપર વહેમ રાખી આખો દિવસ ઘરમાં પૂરી રાખે છે અને ઘરની બહાર એકલી નીકળવા દેતો નથી અને માતા સાથે પણ વાત કરવી હોય તો પણ ફોન આપતો નથી અને બીજાના ફોનથી પણ વાત કરવા દેતો નથી અને કદાચ ફોન કરે તો સ્પીકર ઉપર વાત કરવા દે છે. અવારનવાર કૃતિકાનો પતિ જીગ્નેશ પરમાર તેમજ સુશીલાબેન નાની-નાની વાતોમાં ઝઘડો કરીને શારીરિક માનસિક ત્રાસ આપે છે અને યુવતીને કોલેજ કરવી હોય તો પણ કોલેજ કરવા દેતો નથી.  જેથી તેણે પોતાના પતિના ઘરે ન જવાની ના પાડી હતી. પરંતુ દીકરીનો સંસાર બગડે નહીં તે માટે માતાએ દીકરીને સમજાવી સાસરીમાં મોકલી હતી.

mars / ઇટલીના એક વૈજ્ઞાનિકે એવો દાવો કર્યો કે તેમણે ટેલીસ્કોપથી મદદથી મંગળ ગ્રહ પર કેનાલ જોઇ છે અને ત્યારથી…

રક્ષાબંધન વખતે દીકરી માતાના ઘરે ગઈ ત્યારે પણ ચંદ્રિકાએ દીકરીને પૂછતા તેણે જણાવ્યું કે પતિ અને સાસુ હજુ પણ તેને ત્રાસ આપે છે અને ફોન આવે ત્યારે પતિ અને સાસુ બાજુમાં ઉભા રહી સ્પીકર પર ફોન કરીને વાત કર આવતા હોવાથી તેઓના ત્રાસ બાબતે કોઈ હકીકત માતાને જણાવી શકતી ન હતી. તે સમયે પણ કૃતિકા તેના માતાના ઘરે એક મહિના જેટલો સમય રોકાઈ હતી અને તે બાદ તેની માતાએ પરત સાસરે મોકલી હતી.

mars / મંગળ ગ્રહ પર ધરતીનો વધે એક મહેમાન પહોચી ગયો છે..

દિવાળીના સમયે યુવતીએ તેની માતાને ફોન કરીને જણાવ્યું હતું કે “મારે તમારા ઘરે આવું છે” પરંતુ તે વખતે મહિલાના દીકરાનું એકસીડન્ટ થતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાથી કલોલથી અમદાવાદ દૂર પડતું હોવાથી મહિલા તેઓના પિતાના ઘરે કાંકરિયા ખાતે રહેતા હોવાથી દિકરી કૃતિકા પણ તેઓની સાથે ત્યાં રહેતી હતી. કૃતિકાએ સાસરીમાં જવાની ના પાડીને ત્રણ મહિના જેટલો સમય પિતાના ઘરે રોકાઇ હતી ત્યારબાદ ફરીથી મહિલાએ દીકરીનો સંસાર ન બગડે તે માટે સમજાવીને સાસરીમાં મોકલી હતી.

૧૮મી ફેબ્રુઆરી 2020 ના રોજ ચંદ્રિકાબેન તેઓના પિતાના ઘરે વિજયનગર હાજર હતા ત્યારે સવારના સમયે દીકરીના સાસુ સુશીલાબેનનો તેઓને ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તેઓની દિકરી કૃતિકાએ ગળેફાંસો ખાધો છે અને એલ.જી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.. જેથી મહિલા પતિ સાથે હોસ્પિટલમાં ગયા ત્યારે તેઓની દિકરી કૃતિકાને ડોક્ટરે મૃત જાહેર કરી હતી. આ બાબતે તેઓએ દીકરીના સાસુ અને પતિ જીગ્નેશને કૃતિકાએ ગળેફાંસો કેમ ખાંધો તેમ પુછતા તેઓએ કોઈ સરખો જવાબ આપ્યો ન હતો.

અંતે યુવતીના માતા ચંદ્રિકાબેને નારોલ પોલીસ સ્ટેશનમાં દિકરીનાં પતિ જીગ્નેશ રાજુભાઈ પરમાર અને સાસુ સુશીલાબેન રાજેશભાઈ પરમાર સામે દીકરીના આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે..આ મામલે નારોલ પોલીસે બન્ને સામે ગુનો નોંધી તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.